કેશોદના ખેડૂત દંપતીને ૧૫મી ઓગષ્ટ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ.

કેશોદ

કેશોદ શહેર માટે ગૌરવ આપતો પ્રસંગ બન્યો છે જેમાં કેશોદના ટીટોડી ગામનાં વતની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી ને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી ૧૫મી ઓગષ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી એક અનોખી સિદ્ધિ રહેલી છે. તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બેક બનાવી છે. કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિના લુપ્ત થતાં બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે. કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળ ફળાદી, ઓસડીયા અને વનસ્પતિ ના ખજાના થી જીવનધોરણ વણાયેલું હતું ત્યારે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતાં બિયારણનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સચવાતા આરોગ્યપ્રદ ખેતપેદાશો નું નિકંદન નીકળી ગયું છે.

શાકભાજીના દેશી બિયારણને બચાવવા ભારત ભ્રમણ કરી ૪૦૦ જેટલી પ્રજાતિના લુપ્ત થતાં બિયારણો બચાવ્યાં.

કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્વારા છવ્વીસ રાજયોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદીવાસી વિસ્તારમાં પહોંચી ફુલ છોડ વનસ્પતિ અને વૃક્ષો ની ઉપયોગીતા ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી ચારસો જેટલી પ્રજાતિના લુપ્ત થતાં બીજ એકઠાં કરીને બીજ બેક મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષોની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી ની અથાગ મહેનત નું આજે યોગ્ય સન્માન મળ્યું છે ભારત દેશના મહામાહીમ રાષ્ટ્રપતિ દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતાં નાનકડાં એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે. કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્રપતિ ના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)