કેશોદના ટિંબા ગામના મઠિયા હનુમાનજી મંદિરનો પુનઃજીણોદ્ધાર પૂર્ણ: આવતીકાલથી ભક્તોને પ્રવેશ મળશે!

કેશોદ, તા. ૧૧:
કેશોદના ટિંબા ગામે સ્થિત શ્રદ્ધાસ્થળ શ્રી મઠિયા હનુમાનજી મંદિરનો પુનઃજીણોદ્ધારનો મહિમા પૂર્ણ થવા પામ્યો છે. એક વર્ષ પહેલા ભક્તો અને હનુમાનસેવકોના સહયોગથી શરૂ થયેલું મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થયું છે અને હવે મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.

આ પ્રસંગે આજે મંદિરના મિંડાનું સામૈયું ખૂબજ ભવ્ય રીતે યોજાયું હતું. શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી શરદ ચોક, શેખ ગેરેજ અને મકસૂદ ચોકથી થતી રથયાત્રા ડીજેના તાલે શ્રી મઠિયા હનુમાનજી મંદિરે પહોંચી હતી.

આ અવસરે મંદિરના મહંત રિનકુબાપુ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના ડો. તન્ના સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના લખન કામરીયા, વિશાલ ભટ્ટ, બજરંગ દળના નિખિલભાઈ ઠાકર, અને સમિતિના રાજુભાઈ બોદર, રજનીભાઇ બુશા, રમેશભાઈ પીઠીયા, રાજુભાઈ બાબરીયા, જયેશભાઈ તન્ના તથા અન્ય હજારો ભક્તો હાજર રહ્યા હતા.

હનુમાન જયંતિ વિશેષ કાર્યક્રમો:
આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે હવન, બપોરે ૧૨ વાગ્યે મીંડું ચડાવવાનું અને ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર અવસરે હાજરી આપવા આમંત્રણ અપાયું છે.


અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ