કેશોદ
કેશોદના ટ્રકચાલક નો અચાનક મોબાઈલ બંધ થઈ જતાં પરિવારજનો ચિંતાતુર બની શોધખોળ કરી રહ્યાં હતાં અને કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. કેશોદના એરપોર્ટ રોડ પર રહેતાં કાંધલભાઈ જીવાભાઈ કડછા, ઉંમર વર્ષ ૩૮, રહેવાસી ગાત્રાડ નગર કોર્ટ પાછળ કેશોદના વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યુ હતું જ્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં ઘટનાસ્થળે પહોંચી બંધ મોબાઈલ ફોન ચાલું કરી ઓળખ મેળવી પરિવારજનો ને જાણ કરી હતી. કેશોદના રહેવાસી બે દિકરીઓના પિતા કાંધલભાઈ જીવાભાઈ કડછા, ઉંમર 38, રહે ગાત્રાડ નગર કોર્ટ પાછળના એ આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જૂનાગઢ