કેશોદના તંત્રની બેદરકારી નો ભોગ બન્યાં ખેડૂતો દબાણ દુર ન કરતાં ખેતરો બન્યાં જળબંબાકાર.

કેશોદ:

કેશોદના માંગરોળ રોડ પર આવેલી વડીલોપાર્જિત ખેતીની જમીન વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટે આવેલ જુનવાણી ડાડવી મા માટી પથ્થરો નાખી પુરાણ કરી વહેણને અડચણ ઉભી કરવામાં આવતાં અસરકર્તા આસામીઓ દ્વારા લેખિતમાં ફરિયાદ મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી ત્યારે જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાજેતરમાં પડેલાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડુતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

કેશોદના માંગરોળ રોડ પર આવેલી ખેતીની જમીન ના ખાતેદાર ખેડૂતો કિશોરભાઈ ભોવનભાઈ વણપરીયા, દિવ્યેશભાઈ મનસુખભાઈ વણપરીયા, જનકભાઈ નટવરલાલ વણપરીયા, નેહલબેન અશ્ર્વિનભાઈ વણપરીયા, કિશનકુમાર રમેશભાઈ ઠુબર અને કંચનબેન રમેશભાઈ ઠુબર ના ખેતરો પાસે જુનવાણી ડાડવી આવેલ જેમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો ત્યારે તાજેતરમાં બાજુનાં ખાતેદાર ખેડૂતો જ્યોત્સનાબેન ગોવિંદભાઈ વણપરીયા, નિતીનભાઈ ગોવિંદભાઈ વણપરીયા અને યતિનભાઈ ગોવિંદભાઈ વણપરીયા દ્વારા જુનવાણી ડાડવી મા પથ્થરો અને માટીનું પુરાણ કરી દેતાં કેશોદના એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ મામલતદાર સમક્ષ કલમ-૫ હેઠળ દાવો દાખલ કરવા ભોગ બનનાર મજબુર બન્યાં છે. રાજ્ય સરકાર અને મહેસુલી વિભાગ દ્વારા જુદા જુદા ઠરાવો અને આદેશો કરી સુચના આપવામાં આવી છે કે નદી નાળાં વોકળામા વરસાદી પાણીના વહેણ મા અડચણરૂપ દબાણો વગર નોટિસે દુર કરવાની સત્તા આપવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે નકકર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં પ્રિ મોન્સૂન કામગીરીમાં સબ સલામત ના પોકળ દાવાઓ નો ભોગ નિર્દોષ ખેડૂતો બન્યાં છે અને ન્યાય માટે દાવો દાખલ કરવા મજબુર બન્યાં છે.

કેશોદના માંગરોળ રોડ પર જુનવાણી ડાડવી બુરી દેતા પાણી ભરાઈ જતાં નુકસાની…

જવાબદાર તંત્ર દ્વારા અરજદારો ની ફરિયાદો અરજીઓ પર કાર્યવાહી કરવામાં મનસુફી અને પક્ષપાતી વલણ અપનાવવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ચોમાસું બેસે તે પહેલાં અસરકર્તા ખેડૂતો દ્વારા લેખિતમાં ફરિયાદ રજુઆત કરવા છતાં વરસાદી પાણીના વહેણને ખુલ્લું કરાવવા હુકમ આદેશ કરવામાં ન આવતાં ખેતરોમાં ખેતપેદાશો ને નુકસાની થતાં આત્મવિલોપન કરવા મજબુર બન્યાં છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ અસરકર્તા ખેડૂતો ને ન્યાય અપાવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)