કેશોદના બામણાસા ગામે પાળો તુટતા ઉભાં પાકને થયું નુકસાન.

કેશોદ

કેશોદ નજીક બામણાસા ગામે પસાર થતી સાબળી નદીમાં ઘોડાપુર આવવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવતાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બે વર્ષ પહેલાં લાખો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલ પાળો ઘડી ના છઠ્ઠા ભાગમાં તુટી જતાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળતાં ઉભાં પાકને નુકસાન થયું છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૫૦૦ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે ત્યારે નબળી ગુણવત્તા વાળા કામો કરવામાં આવશે તો ઘેડ પંથકના ખેડૂતો ને તો એની એજ પરિસ્થિતિ રહેવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

થોડા જ સમય પહેલા પણ જે જગ્યા પર પાળો તૂટ્યો હતો એનાથી થોડે દુર ફરી આજે પાળો તૂટી પડતા ફરી ઉભા પાક ને નુકશાન થઈ રહ્યા છે ત્યારે વર્ષો થી એકજ મુદ્દો છે જે નદી ને પહોળી અને ઊંડી કરવાની વાતો સાંભળી ઘણાજ ખેડૂતો બેરા પણ થઈ ગયા છે ત્યારે હવે આ ક્યારે બનશે એ જોવું રહ્યું

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)