કેશોદના બાળકોએ કરાટેમાં નેશનલ કક્ષાએ મેડલ જીત્યા.

કેશોદ:

નેશનલ ચેમ્પિયન શિપ માં મોખરે આવી જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કર્યું.

નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ નુ આયોજન તારીખ ૨૫,૨૬, મેં ૨૦૨૪ દરમિયાન સુરત મુકામે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ભારત ભરમાંથી આશરે ૬૦૦ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું , જેમાં કેશોદ થી જોરા હર્ષ – ૨ રેન્ક ( વી.એસ. સ્કૂલ ) , રાઠોડ વિરાજ – ૨ રેન્ક ( વી.એસ. સ્કૂલ ) , હરીયાણી પ્રયાગ – ૨ રેન્ક ( જ્ઞાનમોતી સ્કૂલ ભંડુરી ) , માકડીયા ઓમ – ૩ રેન્ક ( વી.એસ. સ્કૂલ ) , ચાવડા દિવ્યા – ૩ રેન્ક ( વી.એસ. સ્કૂલ ) , ગઢીયા રીધ્ધી – ૩ રેન્ક ( જી.ડી.વી. કન્યા વિદ્યાલય ) એ નંબર મેળવેલ છે,

કેશોદ તાલુકાના બાળકો વધુ આગળ જાય અને ગામ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી..

જે બદલ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ અધિકારીઓ સહિત તેમના કરાટે કોચ શ્રધ્ધા બાલસ એ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને આવનાર સમય માં વધુ માં વધુ બાળકો આગળ આવે અને મોટી સંખ્યા માં રમત ગમત ક્ષેત્રે તેમજ અલગ અલગ પ્રવૃતિઓ માં પણ ભાગ લઈ પોતાણ પરિવાર સાથે દેશ નું નામ રોશન કરે તેવા શુભ આશિષ પાઠવ્યા હતા.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)