કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિકો ઉમટયા.

કેશોદ:

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તો દ્વારા પુજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ એવા માણેકવાડા માલબાપાના મંદિરે શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે માલબાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા અને અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવ્યા હતા માણેકવાડા માલબાપા મંદીરે બિરાજતા નાગદેવતા એક પૌરાણિક ઈતિહાસ સાથે દર્શનાર્થીઓનુ આસ્થાનું પ્રતીક છે અહી દર્શનાર્થીઓ દર્શને આવે છે. કોઈ શ્રદ્ધાળુઓએ માનેલી માનતા પુરી કરે છે. એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવે છે. માલબાપાના મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ચા પાણી ભોજન પ્રસાદી ફરાળ સહીતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આખો શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જેમાં પણ શ્રાવણ મહીનાના દર સોમવારે માલબાપા મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા જાય છે. જ્યાં દર્શનાર્થીઓ પુજા અર્ચના ભોજન પ્રસાદી સહીતનો લાભ લે છે અહીં એક ગ્રામ્ય મેળાનું આયોજન

શ્રાવણ માસના સોમવારે માલબાપા મંદિરે દર્શન માટે પગપાળા જતા શ્રધ્ધાળુઓ…

સમસ્ત માણેકવાડા ગામ દ્વારા ભાવિકો ભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી…

આપોઆપ થઇ જાઈ છે, કેશોદના માણેકવાડા ગામે આવેલ નાગદેવતા માલબાપા નાગ કુળના હોવાની સંખ્યાબંધ કથાઓ કાઠીયાવાડી સાહિત્યમાં વર્ણવાયેલ છે. કેશોદના નાગદેવતા માલબાપા મંદિરે ઘણી જ્ઞાતિ સમાજ ના લોકો લગ્ન બાદ છેડાછેડી છોડવા ઉપરાંત બાળકો ના જન્મ બાદ નિવેધ ધરાવવા દુર દુરથી આવે છે. તાજેતરમાં જ નાગદેવતા માલબાપા નું સિંહાસન ચાંદી થી એક દાતા પરિવાર દ્વારા મઢી આપવામાં આવ્યું હતું. માલબાપા મંદિરે સાક્ષાત નાગદેવતા એ દર્શન આપ્યા હતા અને ભાવિકો ભકતો એ દર્શનનો લાભ લીધો હતો. માણેકવાડા ગામ તરફથી દર્શનાર્થે આવતાં ભાવિકો ભકતો માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારો ભાવિકો ભકતો શ્રધ્ધાળુઓ એકપંગતે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા મેળવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં નાગદેવતા માલબાપા મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નાગ કુળના રગતીયાબાપા કણઝા, કોભીયાબાપા કુભડી અને સોદરડીયા બાપા સોદરડા બામણવાડા નાગદેવતા એકજ પરિવારના હોવાનું લોકમુખે ચર્ચાઈ છે.આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પ્રથમ સોમવારે પ્રારંભ થયો છે અને છેલ્લાં સોમવારે પુર્ણ થવાનો છે ત્યારે ભાવિકો ભકતોમા અનેરો ઉત્સાહ જોવા મળે છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)