કેશોદના રંગપુર ગામે સતાધીશો ની મેલી મુરાદ બહાર આવી.

કેશોદ

ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલ દ્વારા ગામડાઓ ને ગોકુળીયુ ગામ બનાવવા ત્રીસેક વર્ષ પહેલાં સંખ્યાબંધ યોજનાઓ બનાવી અમલમાં મૂકી હતી અને આજે પણ વિવિધ પ્રકારની યોજનાઓ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતાં રહીશોને આરોગ્યલક્ષી, શૈક્ષણિક, પીવાના પાણી અને ખેતીના પાણી, સ્વચ્છતા ઉપરાંત વાહનવ્યવહાર માટે રોડ રસ્તાઓ ની સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર કટીબધ્ધ છે ત્યારે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ની નબળી ઈચ્છાશક્તિ ને કારણે ભ્રષ્ટ વહીવટ થી લોકો વંચિત રહી જાય છે. કેશોદના રંગપુર ગામે પીવાના પાણી નું વિસ્તારોમાં વિતરણ કરવા સ્ટેન્ડ પોસ્ટ ઉભા કરી પ્લાસ્ટિકના ટાકાઓ મુકવા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા બાદ નક્કી કરેલાં સુચિત સ્થળો પર મુકવામાં ન આવતાં લાગતાં વળગતા અંગત ઉપયોગમાં લેવામાં આવતાં અને જે સ્થળોએ પાણીના પ્લાસ્ટિકના ટાકાઓ મુકી આસપાસના રહેણાંક વિસ્તારના જરૂરતમંદોને પાણી પૂરું પાડવાનું છે ત્યાં પાઈપલાઈન સુધ્ધાં નાખી હોવાનું ઉપલી કચેરી દ્વારા કરેલી તપાસમાં રેકોર્ડ પર આવેલું હોવાછતાં ઉપલી કચેરી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં રોષ ભભૂકી ઉઠયો છે.
વધુ માં જોઈએ તો સમગ્ર ગામ માં દિવસે પણ લાઈટો ચાલુ જોવા મળે છે

ચોમાસામાં સરેરાશ વરસાદ કરતાં કેશોદ પંથકમાં ૧૫૦℅ વરસાદ પડ્યો છે અને હજુ વધારે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે કેશોદના રંગપુર ગામે ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે કચરા ગંદકી ના ઢગલા પડ્યાં છે અને શાળાની આસપાસના વિસ્તારમાં પ્રાથમિકતા આપી સફાઈ કરાવવી જોઈએ ત્યારે રજુઆત કરવા છતાં કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં ન આવતાં ગામનાં જ બાળકો પાણીજન્ય રોગનો ભોગ બનશે તેમજ સમગ્ર ગામ વિસ્તાર પડતો મૂકી શરૂઆત માજ ગામ ના ગેઇટ માં જતાજ બધી બાજુ પાણી ભરેલા જોવા મળ્યા અને વધુમાં ખુદ ગ્રામ પંચાયત માજ કચરો તેમજ ખડ ઊગી જતા અંદર જવામાં પણ ડર લાગે તેવું અને ગ્રામ પંચાયત ની બહારની દીવાલો નજીક ના રહેવાસીઓ દ્વારા પેસ કદમી કરી પોતાના બળતણ અને વાહનો જ રાખી દીધેલા જોવા મળ્યા અને સરકાર દ્વારા ઘરે ઘરે જઈ કચરો લેવા માટે રીક્ષા પણ ફાળવવામાં આવેલી છે એ પણ ઉપ સરપંચ ને ત્યાં ઘરે જ્યાં ઉકરડા જેવી જગ્યા છે ત્યાં રાખવામાં આવેલી છે લોકો તમામ સુખ સુવિધા આવતી હોય પણ રંગપુર માં પહોંચે તે પહેલાજ ઓગળી જાય છે ત્યારે રંગપુર ના જાગૃત નાગરિક દ્વારા RTI કરવામાં આવતાજ તમામ પ્રકારે ભોપાળુ બહાર આવ્યું હતું.

કેશોદના રંગપુર ગામે રહેણાક વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાની અને કચરો ગંદકી ના ગંજ ખડકાયા છે ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ ના પેટનું પાણી હાલતું નથી. હાલમાં જ રોડ નજીક જ કોઈ સ્વજન નું દેહાંત થતા તેમની ઉત્તર ક્રિયા હોય અને તેમના ઘર તરફ તમામ જગ્યા માં પાણી ભરેલા જોવા મળ્યા સરપંચ ને પણ જાણ કરવામાં આવી. છતાં કોઈ કાર્યવાહી નહિ થઈ આટલી હદે ફક્ત ભ્રષ્ટાચાર માટેજ બનેલા સરપંચ ની ફરિયાદો ને ઉચ્ચ અધિકારીઓ કેમ છાવરી રહયા છે

હાલ તો જૂનાગઢ જિલ્લા કલેકટર અને DDO સાહેબ સત્ય તરફ ડોકિયું કરી ઘણા જ કામો પર ખુદ જઈ ખરાઈ કરી રહ્યા છે ત્યારે એક વખત અહીંયા પણ તપાસ કરશે તો સરકાર ની ગ્રાન્ટ કોના ખિસ્સા માં ગઈ તેની ખબર પડતાં વાર નહિ લાગે

રંગપુર નો તમામ વિસ્તાર પહેલા તો ગામમાં ફરતી જગ્યા પર પાણી . ગંદકી ના ઢગ અને મચ્છર જન્ય રોગો થાય તેવી વિકટ પરિસ્થિતિ માં લોકો જીવી રહયા છે જે મીડિયા એનાલીસીસ માં જાણવા મળી રહ્યું છે સાથે એ પણ મીડિયા દ્વારા તપાસ કરતા જોવા મળ્યું હતું કે જ્યારે ગ્રામ પંચાયત ઓફિસ માં જોતા ત્યાં અન્ય કોઈ નહિ પરંતુ ફક્ત એક VCE પોતાની ખુરશી મૂકી સરપંચ ની ખુરશી પર પીધેલી હાલત માં એસો આરામ કરતા જોવા મલ્યા હતા ત્યારે હવે આ બાબતે ઉચ્ચ કક્ષા એથી તપાસ થશે કે તે પણ આ કામ માં ભાગીદાર હશે એતો આવનાર સમય જ બતાવશે

સમગ્ર રાજ્યમાં નજીકના દિવસોમાં સ્થાનિક ચુંટણીઓ યોજાવાની છે ત્યારે કેશોદના ગ્રામીણ વિસ્તારોમાં રહીશોને સુખાકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ નીવડેલા પદાધિકારીઓ અને અધિકારીઓ ને બચાવવામાં તાલુકા કક્ષાના આગેવાનો દરમ્યાનગીરી ચાલું રાખશે તો આવનારા દિવસોમાં માઠાં પરિણામ આવે તો નવાઈ નહીં રહે. ગત લોકસભાની સામાન્ય ચુટણીમાં ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો પરંતુ મોટા વિસ્તારને કારણે પરિણામ પર અસર કરી શક્યો નહોતો પરંતુ સ્થાનિક ચુંટણીઓમાં અસર કરશે અને ક્ષત્રિય સમાજની નારાજગી દુર થઈ નથી એવી કપરી પરિસ્થિતિમાં સતાધારી પક્ષના હોદેદારો અને આગેવાનો ગંભીરતાથી ગ્રામીણ વિસ્તારોના પ્રશ્ર્નો સમસ્યાઓ હલ કરવામાં બેદરકારી દાખવી ભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓ ના બચાવમાં રહેશે તો ગ્રામ્ય વિસ્તારના રહીશોના રોષનો ભોગ બને તો નવાઈ નહીં રહે…

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)