🔹 કેશોદના લોકલ જૂનાગઢ ચાલતા ઇકો ચાલકો ટોલ મુદ્દે આવેદન આપ્યું
🔹 કેશોદના ઇકો ચાલકોનો ટોલ મુદ્દે વિરોધ
કેશોદના અંદાજિત 40 જેટલાં ઇકો ચાલકોએ કેશોદ નાયબ કલેક્ટર, હાઇવે ઓથોરિટી અને ગાદોઇ ટોલ અધિકારીઓને લોકલ ટોલ મુદ્દે આવેદન આપ્યું.
🔹 વિરોધની પૃષ્ઠભૂમિ
આ પહેલા પણ કેશોદ વ્યાપારી વિકાસ મહામંડળ દ્વારા આ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. તેમ છતાં, કોઈ પોઝિટિવ નિર્ણય લેવામાં આવ્યો નથી.
🔹 ઈકો ચાલકોની ચીમકી
આજરોજ, લોકલ ઇકો ચાલકોએ ફરી આવેદન આપતા ચીમકી ઉચ્ચારી કે 1-4-2025 સુધીમાં જો લોકલ રીચાર્જની વ્યવસ્થા નહીં થાય તો, અમે ચક્કાજામ કરીશું.
🔹 જવાબદારી કોની?
ઈકો ચાલકો એ સ્પષ્ટ કર્યું કે જો કોઈ મુશ્કેલી ઊભી થશે તો તેની જવાબદારી ટોલ વિભાગ અને હાઇવે ઓથોરિટી પર રહેશે.
🔹 અહેવાલ: રાવલિયા મધુ, (કેશોદ)