કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં વીજવાયર શોર્ટ સર્કિટ થતાં ઝાડમાં લાગી આગ…

કેશોદ

કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં પીજીવીસીએલ ની પસાર થતી ઈલેવન કેવી લાઈનમાં ઝાડ સાથે પવનને કારણે ઘસાઈ જતાં વીજવાયર શોર્ટ સર્કિટ થતાં તિખારા પડતાં ઝાડમાં આગ લાગી હતી. કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં ઝાડમાં આગ લાગતાં તાત્કાલિક પીજીવીસીએલ ના કર્મચારીઓ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પાવર બંધ કરી સાથે ફાયર સ્ટાફ ને સાથે રાખી ઝાડની ડાળીઓ કાપી હતી અને આગ બુઝાવી પરિસ્થિતિ વણસે અને કોઈની જાનમાલની નુકશાની થાય તે પહેલાં સ્થિતિ સંભાળી લીધી હતી.

કેશોદના સુતારવાવ ચોક વિસ્તારમાં વીજવાયર શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતાં અંદાજીત બે કલાક ની મહેનત બાદ પીપળા ના ઝાડ ને નડતર રૂપ હોય એટલું કાપી ફરી વીજ પુરવઠો શરૂ કરવામાં આવેલ હતો..

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)