કેશોદની શાળાઓમાં આજરોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

કેશોદ

શિક્ષક દિવસ એ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે તેઓ એક મહાન ફિલોસોફર અને વિદ્વાન હતા તેમને 1954માં ભારત રત્ન નો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલો હતો તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ થયેલો હતો જેથી આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ડોક્ટર રાધાકૃષ્ણ 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પાંચ સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવવાની વિનંતી સાથે થોડા વિદ્યાર્થીઓએ તેમની મુલાકાત લીધી હતી અને ત્યારથી આ દિવસે શિક્ષક દિવસ તરીકે મનાવાની શરૂઆત થઈ

આના અનુસંધાને આજરોજ કેશોદની વિવિધ શાળાઓ દ્વારા શિક્ષક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજરોજ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. નાના નાના ભૂલકાઓ સુંદર મજાના શિક્ષકને અનુરૂપ વસ્ત્રો પહેરીને આવેલા હતા દીકરીઓ સાડીમાં શિક્ષિકા ની ભૂમિકામાં આવેલી હતી આજરોજ આચાર્યથી માંડી પટાવાળા સુધીની દરેક ફરજો વિદ્યાર્થીઓ દ્વારા નિભાવવામાં આવી હતી

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)