કેશોદનું સિલોદર ગામ ભારે વરસાદને કારણે બન્યું સંપર્ક વિહોણું.

કેશોદ

કેશોદ તાલુકાનાં સિલોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નોરી નદીમાં ઘોડાપુર આવતાં મુખ્ય રોડ પર પાણી ફરી વળતાં સંપર્ક વિહોણું બની ગયું છે અને કેશોદ તાલુકા મથક સુધી કોઈપણ પ્રકારના વાહનો કે કોઈ વ્યક્તિ આવજા કરી શકે નહિ એવી કફોડી સ્થિતિ નિર્માણ થઈ છે.

કેશોદ તાલુકા નું છેવાડાનું સિલોદર ગામ હોય ગામવાસીઓ નોરી નદી પર પુલ બનાવવા માંગણી કરતાં હોવાછતાં આજદિન સુધી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ નથી જેના કારણે નાનકડાં એવાં સિલોદર ગામના રહીશો ખેડૂતો અને પશુપાલકો હેરાન પરેશાન થાય છે.

માંગરોળ તરફથી અને ઘેડ પંથકમાં થી વેરાવળ તરફ જવા ઈચ્છતા વાહનચાલકોને માટે સિલોદર થઈ જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર જઈ શકાય તેમ છે ત્યારે સંવેદનશીલ સરકારના પ્રતિનિધિઓ દ્વારા નોરી નદી પર પુલ બનાવી રસ્તો પહોળો બનાવવામાં આવે તો કેશોદ શહેર તરફ ના ટ્રાફિકમાં આશિક રાહત મળી શકે એમ છે. કેશોદના સિલોદર નજીક પસાર થતી નોરી નદીમાં ઘોડાપુર આવતાં સદનસીબે કોઈ જાનહાનિ ની માહિતી મળી નથી.

અહેવાલ:- રાવલિયા મધુ (કેશોદ)