“કેશોદમાં અંગ્રેજી વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો, વિદ્યાર્થી અને શિક્ષકોનું સન્માન”

આજરોજ કેશોદના હઠીસિંહજી વિનય મંદિર ખાતે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયનો ભય દૂર કરવા અને ભાષા પ્રત્યે પ્રેમ વિકસિત કરવા એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
કાર્યક્રમમાં ડૉ. સુભાષ યુનિવર્સિટી, જુનાગઢના પ્રોફેસર દિશા કારીયા વિશિષ્ટ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજી ભાષા શીખવાની સરળ રીતો શીખવી અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધાર્યો.

શાળાના આચાર્ય દેવેન ઠાકરએ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પ્રત્યે રુચિ જાગે તે માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત અંગ્રેજી શિક્ષક કાનાબાર સાહેબ, તેમજ વાસાવાડી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક સુભાષ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શોભામાં વધારો કર્યો હતો.

શાળાના આચાર્ય દેવેન ઠાકર દ્વારા પ્રોફેસર દિશા કારીયાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.
તદુપરાંત કેશોદના વરિષ્ઠ અંગ્રેજી શિક્ષકો મયુર ઉનડકટ, દિનેશ કાનાબાર, સુભાષ વાળાનો પણ વિશેષ સન્માન કરવામાં આવ્યો.

કાર્યક્રમના અંતે વર્કશોપમાં ઉત્સાહભરપૂર ભાગ લેનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
મયુરભાઈ ઉનડકટ સહિત અન્ય વરિષ્ઠ શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યું અને શીખવા માટે આગળ વધવા ઉંમંગ પૂર્યો.

કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના પ્રમુખ વિજયભાઈ રાયજાદા અને ટીમના સભ્યો વડોદરાભાઈ અને પિયુષભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ