કેશોદમાં અનોખી રીતે બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ ની ઉજવણી!

કેશોદમાં સર્વ જ્ઞાતિ દ્વારા જાહેર માર્ગો પર બેનર પોસ્ટરો લગાવી ડૉ. આંબેડકર સાહેબની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારત ભર માં આમ તો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાતી હોય છે…ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કંઈક અનોખી રીતે કરવામાં આવી હતી
આજરોજ કેશોદ માં વહેલી સવાર થી જ સાર્વજનિક કન્યા છાત્રાલાય ખાતે રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બપોર બાદ કેશોદ ના ઇન્દિરાનગર, શ્રદ્ધા સોસાયટી, તેમજ જૂના આંબેડકર વાસ. ખાતેથી આજરોજ ભવ્ય શોભાયાત્રાઓ DJ ના સથવારે નીકળી હતી અને કેશોદ ના ચાર ચોક ખાતે ડો. ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમાને હાર તોરા કરેલ હતા
જેમાં કેશોદ ના ધારાસભ્ય,પાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો દ્વારા પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા
ગત રોજ કેશોદ ટાઉન હોલ ખાતે સમ્યક સેવા સમિતિ દ્વારા ડૉ આંબેડકર સાહેબના જીવન કવચ વિશે વ્યાખ્યાન માળા પ્રબુધ્ધ નાગરિકોના વિચારો તથા કેશોદની સેવાકીય સંસ્થાઓ માં આઝાદ ક્લબ, કેશોદ ભારત વિકાસ પરિષદ અને કમૅશીલ ગૃપ સંસ્થા ના હોદેદારો તથા સદ્ ભાવના ટ્રસ્ટ ટિફિન સેવા , અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીફીન સેવા તથા જલારામ મંદિર દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિ માં નેત્ર નિદાન કેમ તેમજ મેગા કેમ્પો સાંજે અન્નક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ આમ તમામ સેવા ભાવિ સંસ્થાઓને સન્માનિત કરવામાં માટે નો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મહાનુભાવો ની ઉપસ્થિતમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થા ના હોદેદારો નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું
જેમાં શહેરના રાજકીય સામાજિક લોકો પણ મોટી સંખ્યામાં કાર્યક્રમો માં ઉપસ્થિત રહ્યા હતા
આજરોજ બપોર બાદ કેશોદ ચારચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજારોની સંખ્યામાં લોકોએ એકઠા થયા હતા.
અને તમામ સમાજ ના લોકો એક થઈ ડો ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ ની ઉજવણીના કાર્યક્રમ ને રંગે ચંગે ઉજવણી કરાઈ હતી અને ચાર ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પણ આ ઉજવણી પ્રસંગે પાણી ની બોટલો આપી સૌ કોઈ ને ઠન્ડક પ્રશરાવી હમ સબ એક હૈ નું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતું

અહેવાલ : રાવલિયા મધુ કેશોદ