કેશોદ,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા ચાલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય સેનાના વિજયની ઉજવણી કેશોદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈને કરવામાં આવી. શહેરના એસટી બસ સ્ટેન્ડ પરથી રવિવારે સાંજે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક જનમેદની સાથે અનેક નેતાઓ અને હોદેદારો જોડાયા હતા.
તિરંગા યાત્રાની આગેવાની કhend્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને વિસાવદરના ધારાસભ્ય દેવાભાઈ માલમ, જુનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તથા કેશોદ શહેરના ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા સહિત અનેક કાર્યકરો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા કરવામાં આવી.
આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ચાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. યાત્રાના માધ્યમથી પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને સમાપ્ત કરનાર ભારતીય સેનાના શૌર્યને નમન કરવામાં આવ્યું અને તિરંગાની શાન વધારવામાં આવી.
તેમ છતાં, યાત્રા દરમિયાન વિશેષ નોંધપાત્ર ઘટના એ રહી કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા મીડિયા દ્વારા લોકોના સવાલ પૂછવા પૂર્વે જ સ્થલ પરથી રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ મંત્રીમંડળની ઉપસ્થિતિ માત્ર ફોટો સેશન પૂરતી રહી અને જનમાલાને અસર કરતી બાબતો પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યા વિના તેઓ ચાલ્યા ગયા.
આ તિરંગા યાત્રા દરમિયાન કેશોદ પોલીસ વિભાગ તરફથી D.Y.S.P. બી.સી. ઠક્કર તથા P.I. પી.એ. જાદવ સહિત કાફલો સતત ચાંપતો બંદોબસ્ત રખાયો હતો, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શક્યો.
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ