કેશોદમાં ગુરૂપૂર્ણિમાનાં પવિત્ર દિવસે લોહાણા ક્રાંતિ સેના દ્વાર કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂન નો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતો.

કેશોદ

કેશોદ લોહાણા સુંદર વાડી માં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઈનસ સાત ડીગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય છે જેથી કોઈ પરીવારમાં સાવ નજીકના સભ્ય દુર હોય મૃત શરીરને સાચવવાની જરૂરિયત ઉભી થાય ત્યારે કોઈ પણ જ્ઞાતિ માટે લોહાણા મહાજન સુંદર વાડી માં રાખેલ આ કુલિંગ ધામ નું લોકાર્પણ કેશોદનાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, જતીન સોઢા, લોહાણા ક્રાંતિ સેના પ્રમુખ ડો સ્નેહલ તન્ના, સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા, દિનેશ કાનાબાર, મોચી સમાજના આર પી સોલંકી, આહીર સમાજના જગમાલભાઈ નાંદણીયા જલારામ મંદિર નાં રમેશભાઈ, વિજય કારીયા, ડી જી પોપટ , લોહાણા મહા પરિષદ નાં ભીખુભાઈ ગોટેચા વગેરે મહેમાનો દ્વારા લોકાર્પણ કરી કેશોદની સર્વ જ્ઞાતિનાં ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું

આ તકે કેશોદ રાધે ધૂન મંડળ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવે હતું મહેમાનો માટે વરસાદી વાતાવરણમાં અલ્પહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા ક્રાંતિ સેના નાં ભાવેશ રભેરુ, અજય દત્તા વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)