કેશોદમાં ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી.

કેશોદ

આગામી દિવસો આવનાર સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામે ગામ તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે, કેશોદ શહેરી વિસ્તારમાં તિરંગાયાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા શરદ ચોક સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે થી બપોર ના ૪.૦૦ કલાક થી શરૂ થઈ ને આંબાવાડી કાપડબજાર પટેલમીલ રોડ થઈ ને જુનાગઢ વેરાવળ રોડ પર થી ચાર ચોક ડો. બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે પુર્ણ થઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી.

કેશોદ વહીવટી તંત્ર અને નગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા મા ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા ચીફ ઓફિસર મેહુલ વાઘેલા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા શહેર ભાજપના પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા સહિત સુધરાઈ સભ્યો, નગરપાલિકા કર્મચારીઓ અને એનડીઆરએફની ટીમ કેશોદ પોલીસ સહિત ભાજપના કાર્યકરો પદાધિકારીઓ જોડાયાં હતાં. કેશોદ શહેરમાં તિરંગા યાત્રા પસાર થતાં રાષ્ટ્રભક્તિ નું વાતાવરણ સર્જાયું હતું. કેશોદ પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)