કેશોદમાં જૂની બજારમાં આખલા યુદ્ધ ચાલુ થતા વેપારીઓ જીવ બચાવી દુકાનો બંધ કરી ભાગ્યા..

કેશોદ

કેશોદ શહેરમાં રખડતાં ભટકતાં પશુઓ થી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે નામદાર હાઈકોર્ટ દ્વારા જવાબદાર તંત્રને ફટકાર લગાવી હતી ત્યારે પગલાં ભરવાની અને પશુ માલિકો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવાની મસમોટી જાહેરાત કરી સંતોષ માનનારા પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેશોદના જુના ગામતળ વિસ્તારમાં આવેલી જુની મેઈન બજારમાં જવાહર ચોક વિસ્તારમાં આખલાઓની લડાઈ વચ્ચે સમગ્ર બજારમાં સોપો પડી ગયો હતો અને પોતાના જાનમાલને બચાવવા ફટાફટ દુકાનો બંધ કરી દેવા મજબુર બન્યાં હતાં. કેશોદના જુના ગામતળ વિસ્તારમાં એક તો સાંકળા રસ્તાઓ અને સાંકળી શેરીઓ આવેલી છે ત્યારે રખડતાં ભટકતાં પશુઓ થી રહીશો વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. કેશોદની જુની બજારમાં આખલાઓની લડાઈ શરૂ થતાં કોઈ રીતે છુટા પડતાં ન હતાં ત્યારે સદનસીબે ડોર ટુ ડોર કચરો એકઠો કરતાં વાહન દ્વારા વચ્ચે પડી છુટા પાડતાં વેપારીઓ વાહનચાલકો એ હાશકારો લીધો હતો.

અહેવાલ :–રાવલિયા મધુ (કેશોદ)