કેશોદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બાઈક રેલી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન

કેશોદ (અહેવાલ: રાવલિયા મધુ):
ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજના આયોજનમાં ભવ્ય બાઈક રેલી અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પુલવામા આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુ યાત્રાળુઓના શહીદ થયેલા આત્માઓ માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

બાઈક રેલીનું પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા અને બ્રહ્મસમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ ઝંડી બતાવી કર્યું હતું. રેલીમાં DJના તાલે “જય જય પરશુરામ” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. શહેરના અનેક આગેવાનો, પદાધિકારીઓ અને શ્રેષ્ઠીઓ રેલીમાં જોડાયા હતા.

આજ રોજ શોભાયાત્રાનો પ્રારંભ ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે પેહલગામ હુમલાના શહીદોને પુષ્પાંજલિ અને ભગવાન પરશુરામની આરતી સાથે ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના હસ્તે કરવામાં આવશે. પરંપરાગત વેશભૂષા સાથે ભૂદેવો અને બહેનો રાસગીતમાં ભાગ લેશે. શુશોભિત રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન થશે અને બાળકો દેવી-દેવતાઓના વેશમાં જોડાશે.

શહેરીજનો માટે રસ્તા પર ઠંડા પીણાં અને નાસ્તાની વ્યવસ્થા સાથે, ભક્તિમય અને ગૌરવપૂર્ણ માહોલમાં કેશોદ શહેર શોભાયાત્રાનું સાક્ષી બનશે.