કેશોદ, તા. ૨૭: રાજ્યમાં આજે બોર્ડ પરીક્ષાની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો. કેશોદ ખાતે પણ ધોરણ 10 અને 12ના પરીક્ષા કેન્દ્રોમાં સઘન વ્યવસ્થાઓ સાથે પરીક્ષા આરંભ થયો હતો.
કેશોદમાં બોર્ડની પરીક્ષા માટે વિશેષ વ્યવસ્થા
➡️ ધોરણ 10 માટે:
- 14 સેન્ટર, 46 બિલ્ડિંગ અને 433 બ્લોકમાં કુલ 12,120 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
➡️ ધોરણ 12 (HSC) માટે:
- વિજ્ઞાન પ્રવાહ: કેશોદમાં એકજ સેન્ટર, 2 બિલ્ડિંગ, 20 બ્લોક, 374 વિદ્યાર્થીઓ.
- સામાન્ય પ્રવાહ: 8 સેન્ટર, 16 બિલ્ડિંગ, 4,567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
મજબૂત સુરક્ષા અને વ્યવસ્થાઓ
📌 બંને પરીક્ષાઓ માટે સ્ટ્રોંગ રૂમ અને પેપર ડિસ્પેચિંગ એકજ સ્થળેથી વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે.
📌 CCTV કેમેરા અને પોલીસ બંદોબસ્ત હેઠળ પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ ચાલુ છે, જેથી કોઈ ગેરરીતિ ન થાય.
વિદ્યાર્થીઓ માટે મોઢું મીઠું કરાવવાની પ્રથા
વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાને પ્રેરવા, કેશોદમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પહેલા મીઠાઈ આપવામાં આવી.
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ