કેશોદ: ભગવાન વિષ્ણુ નો છઠ્ઠો અવતાર સર્વ સમાજના આરાધ્યદેવ અને ભગવાન શિવનાં પ્રિય શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પુર્વ સંધ્યાએ કેશોદ શહેરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી કાઢવામાં આવી હતી.
જય જય શ્રી પરશુરામ નો નાદ સમગ્ર ગામ માં ગુજયો..
કેશોદના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે થી બાઈક રેલી ડીજે ના તાલે શરૂ કરી જય જય પરશુરામ હર હર મહાદેવ ના નાદ સાથે શહેરના આંબાવાડી, અમૃતનગર, સ્ટેશન રોડ, ચાર ચોક, નવદુર્ગા મંદિર, માંગરોળ રોડ, શરદચોક થઈને શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે પુર્ણ થઈ હતી.
કેશોદ ના મુખ્ય રાજમાર્ગો પર બાઇક રેલી ફરી…
કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ, યુવા પાંખ, મહિલા મંડળ અને બ્રહ્મ સોશ્યલ ફોરમના હોદેદારો સભ્યો જોડાયાં હતાં. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ જન્મજયંતી હોય કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાજે પાંચ વાગ્યે કાઢવામાં આવશે અને શહેરમાં રાસગરબા ની રમઝટ બોલાવતાં પસાર થશે. કેશોદ શહેરના વિવિધ સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજ દ્વારા ભૂદેવો નું સ્વાગત કરવામાં આવશે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ રાજુભાઈ પંડ્યા એ તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો ને શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કાઢવામાં આવેલ બાઈક રેલી મા કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.