કેશોદમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર ૧૨૯૧૦ કિલો ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો.

કેશોદ

કેન્દ્ર સરકાર દ્વારા એનએફએસએ યોજના હેઠળ વિનામૂલ્યે રેશનકાર્ડ માં અનાજ વિતરણ સસ્તા અનાજની દુકાને થી કરવામાં આવે છે કાર્ડધારકો છકડો રીક્ષા લઈને ફરતાં ફેરિયાઓ ને વેચી દેતા હોય છે આવો સરકારી અનાજનો જથ્થો જેતપુર સોમનાથ ફોરલેન રોડ પર પીપળી ની ધાર વિસ્તારમાં છાબડીયા નેસ પાસે દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ખાનગી રાહે માહિતી મામલતદાર એસ આર મહેતાને મળતાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર એચ જે કમાણી, એન આર વ્યાસ સહિતના કર્મચારીઓ સાથે બાતમી વાળી જગ્યાએ પહોંચી ગોડાઉન ખોલાવતા ગેરકાયદેસર ચોખાનાં ૨૪૯ કટ્ટા વજન કિલો ૧૨૯૧૦ કિંમત રૂપિયા ૫,૦૩૪૯૦/- શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલ છે.

કેશોદ મામલતદાર દ્વારા ગેરકાયદેસર જથ્થો સીઝ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પીપળી ની ધાર વિસ્તારમાં ઝડપાયેલ ગેરકાયદેસર ચોખાનો જથ્થો સલીમ બોદુભાઈ આગવાન નો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેશોદ મામલતદાર કચેરી દ્વારા સમગ્ર અહેવાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે મોકલી આપ્યો છે. કેશોદના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પણ અગાઉ ગેરકાયદેસર ઘઉંના બાચકાં પકડાયેલા હતાં તદઉપરાંત ગેલાણા ગામે રેશનીંગ નો જથ્થો બારોબાર સગેવગે થતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે નકકર કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય દુષણ ઘર કરી ગયું છે. કેશોદના મામલતદાર કચેરી દ્વારા ગેરકાયદેસર ચોખાનો જથ્થો ઝડપી લીધાં બાદ હજુ સુધી ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)