કેશોદમાં સમસ્ત ભોઈ જ્ઞાતિના વિદ્યાર્થીઓ નો સન્માન કાર્યક્રમ યોજાયો.

કેશોદ

કેશોદ શહેરમાં વસતાં ભોઈ સમાજના વિધાર્થીઓ નો સરસ્વતી સન્માન કાર્યક્રમ ઔદીચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ની વાડી શરદચોક ખાતે રાખવામાં આવ્યો હતો. સમસ્ત ભોઈ સમાજના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે પારંગત બની પોતાના જીવનમાં સફળ કારકિર્દી બનાવી સમાજ અને શહેરને ગૌરવ અપાવે એ હેતુથી દર વર્ષે વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ ગત શૈક્ષણિક સત્રમાં ઉતિર્ણ થયેલાં દોઢસો થી વધારે ભોઈ સમાજના વિધાર્થીઓ ને મંચસ્થ આગેવાનો અને સમાજના હોદેદારો દ્વારા શિલ્ડ અને શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી સાધનો ની કીટ આપવામાં આવી હતી. કેશોદ ખાતે યોજાયેલા ભોઈ સમાજના વિધાર્થીઓ નો સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કેશોદ શહેર ઉપરાંત આસપાસના જુનાગઢ માંગરોળ ખાતેથી ભોઈ સમાજના આગેવાનો વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કેશોદ ખાતે વસવાટ કરતાં ભોઈ સમાજના લોકો સામાન્ય રીતે બાંધકામ ક્ષેત્રમાં ચણતર પ્લાસ્ટર ના કામ સાથે સંકળાયેલા છે ત્યારે આજના આધુનિક સમયમાં આર્કિટેક્ચર દ્વારા તૈયાર કરવામાં આવતાં પ્લાન ડિઝાઈન મુજબ કામ કરવા માટે શિક્ષણ આવશ્યક જરૂરી બની ગયેલ છે એટલે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા ઉપસ્થિત સૌ આગેવાનોએ એક સુરે આગ્રહભરી અપીલ કરી હતી. કેશોદ સમસ્ત ભોઈ સમાજના દોઢસો થી વધારે વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં ત્યારે ઉપસ્થિત મહેમાનો અને જ્ઞાતિજનો તાળીઓના ગળગળાટથી પ્રોત્સાહન આપતા ઘણાં વિધાર્થીઓ ના લાગણીસભર આંસુઓ વહેવા લાગ્યા હતાં. સમસ્ત ભોઈ સમાજના અગ્રણી દાતાઓ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને તેઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં વસતાં ભોઈ સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)