કેશોદમાં સર્વ જ્ઞાતિ સમુહલગ્નમાં રવિવારે અગીયાર નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા!

કેશોદ, 22 એપ્રિલ 2025 – કેશોદના પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ ખાતે ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે આયોજિત દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્ન માં 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા. આ લગ્ન સમારોહમાં કેશોદ શહેરના અનેક દાતાઓએ દિકરીઓને સોના-ચાંદીના દાગીના, ફર્નિચર, ઘરગથ્થુ વાસણો અને કપડાં જેવી વિવિધ સામગ્રી ભેટ તરીકે આપી હતી.

ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 85 જુદી-જુદી જાતીઓના વિવિધ સાનુકૂળ વસ્તુઓ સાથે દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું. આ દરમિયાન, ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા મહેમાનોને DJ પર દાંડિયારોસ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે, ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટે કેશોદ શહેરમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે પણ મહત્વપૂર્ણ પ્રદાન કર્યો છે, જેમ કે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા અને મૃત્યુ પામેલા વ્યક્તિઓ માટે મક્તિ રથની સેવા.

આ પ્રસંગે, પરમ પુજનીય મહંત, પરમ પુજનીય આઈમા પાણીધ્રા, મૃદુલાબેન દેવાણી, શ્રી ગાયત્રી સિધ્ધ અને પરમ ઉપાસક પોરબંદર ઉપસ્થિત રહ્યા અને નવદંપતિઓને આશીર્વચન આપ્યા.

કેટલાક વિશેષ આકર્ષણોનો સમાવેશ હતો, જેમ કે તમામ દીકરીઓને એક સાથે બુલેટ પર બેસાડી વિધાન કરવામાં આવ્યું.

અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ