કેશોદના અગતરાય રોડ પર આવેલાં બ્રહ્માકુમારી વિશ્ર્વ વિધાલય ખાતે ચાલીસ વર્ષ ના કાર્યકાળ દરમ્યાન અનેક વિભૂતિઓ ઉપરાંત વિવેચકો અને પ્રવચનકાર પ્રચારકોની સભાઓ સંવાદ યોજવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત આસપાસના તાલુકાઓમાં બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય શક્તિ નો પરોક્ષ અનુભવ કરનાર સેવકોની સંખ્યા વધારે હોય ત્યારે સુંદર કામગીરી ને પ્રાધાન્ય આપી આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી ઉપરાંત દેશના ખ્યાતનામ ગાયીકા ડૉક્ટર દામિની બહેન અને રાજયોગ તજજ્ઞ ઈશિતા બહેન ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં
કેશોદના ઈશ્ર્વરીય બ્રહ્માકુમારી વિશ્ર્વ વિધાલય ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી ના વક્તવ્ય કાર્યક્રમમાં જુનાગઢ નાં એસ . પી. હર્ષદ મહેતા સાહેબ, પ્રસિદ્ધ મોટીવેટર સ્પીકર જીતેન્દ્ર અઢીયા, કેશોદ માંગરોળ નાં ધારાસભ્યો, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, માંગરોળનાં ઉદ્યોગપતિ મેરામણભાઈ, તેમજ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારી શિવાની દીદી તથા મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી બ્રહ્માકુમારી દ્વારા પધારેલા મહાનુભવોને મોમેન્ટ તથા પ્રસાદ આપી સન્માન કરવામાં આવેલું હતું . કેશોદ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી રૂપાદીદી ના માર્ગદર્શન થી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કેશોદના બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)