કેશોદ
કેશોદ શહેર તાલુકામાં ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત ગૌસેવા અને ગૌરક્ષા માટે છેલ્લાં એક વર્ષથી સક્રિયપણે કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીપી રોડ પર કાયમી ધોરણે કાર્યાલય નો પ્રારંભ કરવા ઉપરાંત સંગઠનમાં વિવિધ જવાબદારી સોંપી હોદેદારો ની વરણી કરવા માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત શહેરના અગ્રણી આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી બાંગ્લાદેશ ખાતે વ્યાપેલી રાજકીય અરાજકતા વચ્ચે નિર્દોષ હિન્દુઓ એ જીવ ગુમાવ્યાં છે તેઓના આત્માને શાંતિ અર્પવા બે મીનીટનું મૌન રાખવામાં આવ્યું હતું. કેશોદ હિન્દુ યુવા સંગઠન આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો ધારાસભ્ય દેવાભાઈ માલમ, શહેર ભાજપના પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા તાલુકા ભાજપના પ્રમુખ ગોવિંદભાઈ બારીઆ, એડવોકેટ અને નોટરી ડી ડી દેવાણી,ભારત વિકાસ પરીષદના સ્થાપક પ્રમુખ ડૉક્ટર તન્ના અગ્રણી આગેવાન રામભાઈ કેશવાલા સહિતનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનો એ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. કેશોદ શહેર હિન્દુ યુવા સંગઠન ના પ્રમુખ તરીકે રજનીભાઈ બામરોલીયા અને કેશોદ તાલુકા યુવા સંગઠન ના પ્રમુખ તરીકે વિશાલભાઈ સોલંકી, ધર્માચાર્ય તરીકે ભાગવતાચાર્ય ઉતમભાઈ સારસ્વત સહિત અન્ય હોદેદારો ની નિમણૂંક કરવામાં આવી હતી અને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યાં હતાં. હિન્દુ યુવા સંગઠન હેઠળ બહેનો ની ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી.
હિન્દૂ યુવા સંગઠન ના સ્નેહ મિલન માં બહોળી સંખ્યા માં લોકો ની ઉપસ્થિતિ રહી હતી
ભારત દેશ આઝાદ થયા બાદ જુનાગઢ ના નવાબ દ્વારા પાકિસ્તાન સાથે ભળવાની જાહેરાત કરતાં આરઝી હકુમત નું આંદોલન સરસેનાપતિ તરીકે કેશોદના સ્વ રતુભાઈ અદાણી ની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું અને નવાબ કેશોદ એરપોર્ટ ખાતેથી પાકિસ્તાન જતો રહ્યો હતો. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે ચિંતાજનક સ્થિતિ એ છેકે જુનાગઢ નવાબ ના શાશન વાળા વિસ્તારમાં ઘુષણખોરો દ્વારા લવ જેહાદ લેન્ડ જેહાદ સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સીધી રીતે કે આડકતરી રીતે આયોજનબદ્ધ પગપેસારો કુદકેને ભૂસકે વધી રહ્યો છે એવી કપરી પરિસ્થિતિમાં હિન્દુ યુવા સંગઠન ની જવાબદારી બમણી બની ગયેલ છે. કેશોદ હિન્દુ યુવા સંગઠન ના શહેર પ્રમુખ રજનીભાઈ બામરોલીયા તાલુકા પ્રમુખ વિશાલભાઈ સોલંકી દ્વારા અપીલ કરી શહેર તાલુકામાં વિધર્મીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય તો કાર્યલયમાં સંપર્ક કરવામાં આવશે તો યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.કેશોદ પંથકમા છેલ્લાં ત્રીસેક વર્ષથી રાજકીય ક્ષેત્રમાં હિન્દુ વિચારધારાને વરેલા પક્ષને સતા મળતી આવે છે ત્યારે ભ્રષ્ટ પદાધિકારીઓ અને આગેવાનોને કારણે હિન્દુઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ફુલીફાલી છે અને સમયાંતરે કેશોદ વિસ્તારમાં હિન્દુ ધર્મ છોડી સંખ્યાબંધ પરિવારો ધર્મપરિવર્તન કરે છે ત્યારે કેશોદ વાસીઓને નવ નિર્મિત હિન્દુ યુવા સંગઠન પરિણામલક્ષી કાર્યો કરશે એવી આશા બંધાઈ છે. કેશોદ ખાતે યોજાયેલા હિન્દુ યુવા સંગઠન ના સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા મોબાઈલ એસોસિયેશન પ્રમુખ રાજુભાઈ બોદર,અગ્રણી બિલ્ડર ચિરાગભાઈ સુત્રેજા સહિત વિવિધ સંસ્થાઓ ના હોદેદારો સહિત નગરશ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા આયોજિત સ્નેહમિલન અને કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક ડૉક્ટર ભુપેન્દ્રભાઈ જોષી અને હિતેશભાઈ ખુટ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)