કેશોદ માં ચાર ચોક ખાતે અંડર બ્રિઝ ની શરૂઆત ત્રણ વર્ષ જેવા સમય થી થઈ ત્યાર થી કેશોદ ના સાંસદ દ્વારા કેશોદ ની શકલ બદલવાની વાતો વહેતી થઈ હતી પરંતુ શકલ ની જગ્યા એ ધંધા વિહોણા વ્યાપારીઓ ના ઘર કેમ ચાલશે આ વિચારવામાં ઘણા લોકો ની અકલ બંધ થી ગઇ વ્યાપારીઓ પાયમાલ થવા માંડ્યા અમુક લોકો તો પોતાની રોજગારી નહિ ચાલતા અન્ય લોકો ને ત્યાં નોકરી તરફ વળ્યા અમુક લોકો તો પોતાનો ધંધો છોડી પુરી શાક વહેંચતા થયા પરંતુ વર્ષો સુધી આ વાત નો ધી એન્ડ ન આવ્યો ચાર ચોક વિસ્તાર ના ચાલીસ જેટલા વ્યાપારીઓ મળી નગર પાલિકા, નાયબ કલેકટર ને આવેદન આપી પોતાના બંધ ધંધા માટે વેરો માફી કરવા જણાવ્યું પરંતુ કોઈ નાના ધંધાર્થીઓ નો વિચાર કરતા હશે ખરા…..?,
કેશોદ ની શકલ બદલનારા લોકો ની વિદાય થઈ પણ શકલ તો ના બદલી પણ કેશોદ ના લોકો ના મોંઘવારી ના માર વચ્ચે માંડ માંડ ચાલે ત્યાં વચ્ચે આવક કરતા બમણી જાવક શરૂ થઈ એરપોર્ટ તરફ રહેતા અને જતા લોકો ને વાહનો માં પેટ્રોલ ના બમણા ખર્ચ છતાં પણ કેશોદ ના લોકો સહનકર્તા જ શીખ્યા, અને એ પણ સત્ય છે કે દીકરા નો લગ્ન પ્રસંગ હોય તો તેમનો બાપ બધાજ કોન્ટ્રાકટ તો બીજા ને જ આપતો હોય તેમ કેશોદ નગર પાલિકા અને ધારાસભ્ય GUDC ને કોન્ટ્રાકટ આપી છટક બારી ગોતી બેઠા પણ હવે ગત રાત્રી ના રોજ કેશોદ રેલવે ફાટક ના ગડર ફિટ થયા તો કેટલા લોકો તો માનતા કરી બેઠા હોય એ બધાજ આ સત્ય કામ થઈ રહ્યું છે એ જોવા સવાર સુધી મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને જાણે સગાઈ બાદ લગ્ન ની તૈયારી થતી હોય ને વરરાજા ની ખુશી જેવી ખુશી લોકો માં જોવા મળતી હતી,
પણ છતાં એ હજી ધી એન્ડ તો ક્યારે આવશે એતો મારો રામ જાણે પરંતુ લોકો ને તો આશ્વાસન રૂપી ગડર ફિટ થયા છે હવે જોવાનું એ રહ્યું કે કેશોદ ની અબોલ પ્રજા અંડર બ્રિઝ માં ગાડી લઈ ને નીકળશે કે તે પૂર્વે ચોમાશું આવી જશે એ જોવું રહ્યું …..
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)