કેશોદ આંબેડકરવાસ વિસ્તાર ના લોકો ને પીવા ના પાણી પ્રશ્ને નગરપાલ્લિકા માં હાલ્લાં બોલ!

કેશોદ નગરપાલિકા વોડૅ નંબર બે ના રહિશોને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી ન મળતાં કેશોદ નગરપાલિકા ને એક આવેદન પત્ર આપી તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે કરી રજુઆત,

કેશોદમાં વોડૅ નંબર બે ના રહીશ મહિલાઓ ઉનાળાના દિવસોમાં નિયમિત પિવાનું પાણી આપવામાં આવે તેમજ મુડીયા વાવ કુવામાંથી ફરી પાણી નું વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આપ ના કાર્યકરોએ પણ નગરપાલિકા ચિફ ઓફિસર ને મળી આ પ્રશ્ર્ને રજૂઆત કરી હતી આ વિસ્તારમાં આવેલ મુડીયા વાવ કુવો જજૅરીત હાલતમાં હતો તે ધરાશય થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે ત્યારે ફરીથી આ જુનો કુવાને રિપેરીંગ કરી પાણી આપવામાં આવે તેવી માંગ વોડૅ નંબર બે ના રહિશો એ એક પત્ર લખીને કરી છે ત્યારે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરાશે તેમ નગરપાલિકા ના ચિફ ઓફિસરે આ તકે મિડિયા ને જણાવ્યું હતું અને વહેલાસર યોગ્ય કરવામાં આવશે તેમ નગરપાલિકા એ રજુઆતો કરવા માટે આવેલા લોકો ને ચિફ ઓફિસરે ટુક સમયમાં નિકાલ આવી જશે તેવી ખાત્રી આપી હતી..

અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ