કેશોદ ખાતે સવિધાન ના રચયિતા મહા માનવ ડો.ભીમરાવ આંબેડકર વિશે અપમાન જનક ટિપ્પણી ઉચ્ચારતા ગૃહ મંત્રી અમિત શાહ ને પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ અનુ સૂચિત જાતિ ના લોકો દ્વારા આવેદન અપાયું ચાલુ સંસદ ભવન માં ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ભારતીય સવિધાન ના રચયિતા એવા મહા માનવ એવમ દલિતો ના મસિંહા તેમજ સિમ્બોલ ઓફ નોલેજ જેવા ઘણાજ ઉથાનો માં પોતાની ઓળખ ધરાવતા બાબા સાહેબ આમેડકર વિશે અપમાન જનક ટિપ્પણી કરાયેલ હોય ત્યારે સમગ્ર ગુજરાત ના તમામ તાલુકા લેવલે પણ આવેદનો આપવામાં આવી રહ્યા છે અને મહા મુહિમ રાષ્ટ્ર પતિ ને આ મુદ્દે જણાવાયું છે કે ગૃહ મંત્રી અમિત શાહ ને તેમના પદ પરથી હટાવવામાં આવે નહિતર આવનાર સમયાંતરે ઉગ્ર માં ઉગ્ર આંદોલન થાય તો નવાઈ નહિ રહે અને આ મુદ્દે કોઈ પણ નુકશાન બાબતે જવાબદાર સરકાર રહેશે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)