કેશોદ ના જૂનાગઢ રોડ પર આજ રોજ 88 કોંગ્રેસ વિધાનસભા કાર્યકરો ની જનરલ મિટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ સંગઠન ના તમામ હોદ્દેદારો તેમજ AICC સેક્રેટરી ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના ભુપેન્દ્ર મારવી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા તેમજ પાર્ટી ના ચૂંટાયેલ કાર્યકરો તેમજ તમામ હોદ્દેદારો એ હાજરી આપી હતી
આ કાર્યક્રમ માં મંચસ્થ મહેમાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા બાદ કાર્ય ક્રમ પૂર્ણતા ના અંતે હીરાભાઈ જૉટવા દ્વારા ખાસ પોલીસ અને પ્રસાસન ઉપર જાટકણી કાઢી જણાવ્યું હતું કે હાલ ના સમય માં ખેડૂતો નાના વેપારીઓ ના પ્રશ્નો, કર્મચારીઓ ના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે.
જેમાં મોટા ઉદ્યોગ પતિઓ ને છાવરે છે કાયદો ને વ્યવસ્થા હાલ ભાંગી પડી છે ઘણાજ સમય થી રજૂઆતો થઈ રહી છે ચોરીઓ,મર્ડર જેવી ઘટનાઓ માં આરોપીને મૃત્યુ દંડ જેવી સજાઓ થાય તેમા સરકાર ઊણી ઉતરી રહી છે અને પોલીસ વિભાગ ને પણ કામ કરવામાં નડતર રૂપ બની રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ને તાકીદ કરી પોલીસ વિભાગ ને કડક અમલવારી કરવા જણાવ્યું હતું જેથી પબ્લિક સુરક્ષિત રહી શકશે અન્યથા આવી કામગીરી માં ધ્યાન નહિ આપવામાં આવેતો ગાંધી ચીંધ્ય માર્ગે આંદોલન કરવા મજબૂર બનવું પડશે
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)