
કેશોદ, તા. ૨૬ એપ્રિલ:
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજે કોંગ્રેસના સંગઠન મંત્રી ધીરજ ગુર્જર સાહેબની ખાસ ઉપસ્થિતિમાં એક વિશિષ્ટ બેઠક યોજાઈ. સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી આયોજિત થયેલી આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં સ્થાનિક માળખાને કઈ રીતે મજબૂત બનાવવું, તે અંગે વિસ્તૃત ચર્ચા અને વિચારણા કરાઈ. ધીરજ ગુર્જરએ જણાવ્યું કે, “કોંગ્રેસ હાલથી જ 2027 ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહી છે” અને “ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ નથી,” તેવી સ્પષ્ટતા કરી.
તેમણે વધુમાં જણાવ્યું કે હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની સૂચનાનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે, જેમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે ખાસ મુલાકાત લેવામાં આવી રહી છે.
આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ, હીરાભાઇ જોટવા, ભીખાભાઇ જોષી, બાબુ વાજા, ભરત મકવાણા, પ્રવીણ રાઠોડ, ભરત અમીપરા સહિત તેમજ ધાર્મિક ક્ષેત્રના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, નાંદજી મહારાજ, અમરગીરી બાપુ બગસરા, જાહલ માતાજી અને અનેક અન્ય સ્થાનિક કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિ રહી.
બેન્ડ:
- જૂનાગઢ – કેશોદ ખાતે કોંગ્રેસની વિશેષ બેઠક યોજાઈ
- કોંગ્રેસ સંગઠન મંત્રી ધીરજ ગુર્જર રહ્યા હાજર
- માળખાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ: ધીરજ ગુર્જર
- જિલ્લા પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ
અહેવાલ: જગદીશ યાદવ કેશોદ