
કેશોદના જૂનાગઢ રોડ પર ગોપી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આજે ધારેસ્વરી મંદિરે ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપનાર દાતાશ્રીઓ, વિવિધ એનજીઓ, તથા સેવાકાર્યમાં જોડાયેલા તમામ સાથીમિત્રોના સેવાભાવને પારિતોષિક તથા પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમની મુખ્ય ઘટનાઓ:
- ગોપી ગ્રુપના કાર્ય પ્રણાલી અને આયોજન અંગે ઉદ્ઘોષક દ્વારા વિગતો રજૂ કરવામાં આવી.
- મંચસ્થ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું.
- સેવા કાર્યમાં સહભાગી ટીમના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું.
- આયોજનને ફરીથી વધુ સારી રીતે કરવાનું કેવી રીતે શક્ય બને એ બાબતે સૂચનો લેવામાં આવ્યા.
આ પ્રસંગે દાતાશ્રીઓ દ્વારા ૯૦ જેટલી દીકરીઓને આપવામાં આવેલા કરિયાવર માટે ઊંડો ઋણ સ્વીકાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. ભુપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ