કેશોદ ખાતે જીગ્નેશ ભાઈ તન્ના અને મયુર ભાઈ તન્ના પરિવાર ના માતુશ્રી ગૌ વા રંજનબેન મનસુખ ભાઈ તન્ના ની પાંચમી પુણ્યતિથિ પ્રસંગે કેશોદ માં રહેતા સમસ્ત બ્રહ્મહ ચોર્યાસી તમામ બ્રાહ્મણ પરિવારો (કેશોદ બ્રાહ્મણ સમાજ ના કોઈ પણ ના ઘરે આજે રસોઈ ના બને ) અને સાથે અન્ય મહેમાનો ને પણ સુંદર વતાનુકુલીત વારાવરણ માં સૌ કોઈ એ આજે ભોજન લઈ અને તન્ના પરિવાર ના માતુશ્રી રંજનબા ની આ પાંચમી પુણ્ય તિથિ પ્રસંગ ને દીપાવ્યો હતો કેશોદ માં રહેતા તમામ ભુ દેવો ના પરિવારો સાથે અન્ય લોકો પણ આ કાર્યક્રમ ના સહભાગી બન્યા હતા તમામ ભૂદેવો અને પરિવારો ને તન્ના પરિવાર દ્વારા ભોજન સાથે દક્ષિણા પણ આપવામાં આવી હતી અને સૌ ભૂદેવો એ પરિવાર પર આશીર્વાદ વરસાવ્યા હતા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)