કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહીર સમાજ ના પ્રમુખ ની વરણી કરાઈ.

જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે પેથલજી ભાઈ ચાવડા આહીર સમાજ ના પ્રમુખ રાજાભાઈ સામતભાઈ મયાત્રા પોતાની 10 વર્ષ ની પ્રમુખ તરીકે કામગીરી કરી સ્વૈચ્છીક નિવૃત્તિ જાહેર કરેલી કેમકે તેમની ના દુરસ્ત તબિયત ના કારણે નિવૃત્તિ જાહેર કરતા હાલ સમગ્ર ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ શ્રી જવાહર ભાઈ ચાવડા ની અધ્યક્ષતા માં કેશોદ ના આહીર સમાજ ના પ્રમુખ તરીકે છગનભાઇ મયાત્રા ની બિનહરીફ વરણી કરવામાં આવેલ અને ઉપ પ્રમુખ તરીકે અરજણભાઈ હમીર ભાઈ ડાંગર (નિવૃત પોલિસ )


તેમજ મંત્રી તરીકે મેઘાભાઈ હીરાભાઈ શિહાર ની વરણી કરવામાં આવતા સમગ્ર કેશોદ તાલુકા આહીર સમાજ ના સૌ કોઈ એ હર્ષ ની લાગણી અનુભવી હતી અને નવ નિયુક્ત ટિમ ને શુભકામનાઓ સાથે અભિનંદન ની વર્ષા જોવા મળી હતી ત્યારે પ્રમુખ શ્રી છગન ભાઈ દ્વારા પણ જણાવાયું હતું કે આવનાર સમય માં સમાજ ની ઉત્કૃષ્ટ કામગીરી માં સૌ ને સાથે રાખી મારો સમય આપી સમાજ ને ખુબજ ઉચ્ચ સ્થાને લઈ જવામાં મારો સમય વ્યતીત કરીશ અને સમાજ ના જ નહીં પરંતુ અન્ય સમાજ ના પણ કામકાજ માં હું મારી જરૂરિયાત સમયે હું હર હમેશ આગળ રહીશ

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)