મકરસંક્રાંતિનું પર્વ ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પતંગ રસિયાઓ એ પોતાની પતંગ ચગાવી ને મોજ કરી ઘણા લોકો એ દાન પુણ્ય કરી મજા માણી અને કેશોદ ના (LNC )લાયન નેચર રેસ્ક્યુ ટિમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદ ના સૌજન્ય અને સાથે પ્રાઇવેટ એમયુલન્સ વિભાગ કેશોદ ના સંયુક્ત ઉપક્રમે કેશોદ ના સ્ટેશન રોડ પર દર વર્ષ ની માફક આ વખતે પણ સેવા કાર્ય અવિરત પણે શરૂ રાખેલ જેમાં પતંગ રસિયાઓ એ પોતાની મોજ માણતા અબોલ પક્ષીઓ ના જીવ સાથે પણ રમત કરી અને પક્ષીઓ ની ચાઈનીઝ દોરીઓ થી પાંખો કાપી નાખી હતી જેમાં એક બગલો, એક પોપટ, અને બાકીના તેર જેટલા કબુતરો ને લાયન નેચર રેસ્ક્યુ ટિમ અને એબ્યુલનસ ગ્રુપ ના સહયોગ થી બચાવ કાર્ય કરવામાં આવેલ હતું.
ખાસ તો જોઈએ ત્યારે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ ચાઈનીઝ દોરી નું અતિશય વેચાણ થવાનું સામે આવ્યું છે ત્યારે ચાઈનીઝ માલ પર સરકાર પ્રતિબંધ ફરમાવી રહી છે તો આ માલ આવે છે ક્યાંથી એ પણ મહત્વ નો મુદ્દો છે અને અંદર ખાને આટલો માલ વેચાણ થતો હોય તો આ ઉપર થી એક વાત જાણી શકાય કે કોઈપણ વસ્તુ પર પ્રતિબંધ ફક્ત કહેવામાં જ આવિરહ્યોં છે અને કાગળ ઉપરજ છે બાકી બધીજ જગ્યાઓ પર પ્રતિબંધિત તમામ વસ્તુઓ ખુલ્લેઆમ મળી રહી છે એનો પણ મતલબ એ થયો કે સરકાર આ વાત ને જાણે પણ છે જ
સંવાદદાતા : રાવલિયા મધુ (કેશોદ)