કેશોદ ખાતે વેલકમ ચેટી ચાંદ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ હતું!

👉 કેશોદ, જૂનાગઢ:
સમગ્ર વિશ્વમાં વસતા સિંધીઓના ઇષ્ટદેવ જુલેલાલના પ્રાગટ્ય દિવસને ચેટી ચાંદ તરીકે ઉજવવામાં આવે છે. કેશોદમાં જુલેલાલ સેવા સમિતિ, સમસ્ત સિંધિ નવયુવક મંડળ અને સમસ્ત સિંધિ સમાજના સંયુક્ત ઉપક્રમે વેલકમ ચેટી ચાંદ 2025 ની ભવ્ય ઉજવણી ગતરોજ રાત્રે ધામધૂમથી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, સિંધિ સમાજના ઇષ્ટદેવ જુલેલાલ સાહેબ, જેમને ઉબેરો લાલ પણ કહેવામાં આવે છે, તેમનું દરિયામાંથી પ્રાગટ્ય ચાલીસ દિવસના ચાલીસા બાદ થયું હતું. આ પવિત્ર પ્રસંગને યાદ રાખીને સિંધિ સમાજ દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવે છે.

કેશોદમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધિ સમાજના લોકો એકત્ર થયા હતા. ભજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ પ્રસંગને વિશેષ બનાવવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલમાં જુલેલાલની આરતી કરવામાં આવી. તદુપરાંત, સમગ્ર સમુદાય માટે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સમસ્ત સિંધિ સમાજના આગેવાનો અને યુવાનોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ભાવભીનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ ભવ્ય ઉજવણી માટે જુલેલાલ સેવા સમિતિ અને સિંધિ નવયુવક મંડળના આયોજનને બિરદાવવામાં આવી રહી છે.

🔹 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ