કેશોદ માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની 134 મા જન્મ દિવસ ની પૂર્વ સંધ્યાએ કેશોદ ના ટાઉન હોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન કવચ વિશે વ્યાખ્યાન માળા તથા પ્રબુધ્ધ નાગરિકો ના વિચારો તથા કેશોદ ની સેવાકીય સંસ્થા આઝાદ ક્લબ ,ભારત વિકાસ પરિષદ, અને કમૅશીલ ગૃપ સંસ્થા ના હોદેદારો તથા સદ્ ભાવના ટ્રસ્ટ અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીફીન સેવા તથા જલારામ માનવ સેવા સમિતિ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ આમ છ જેટલી તમામ સેવા સંસ્થાઓને સન્માનિત કરવામાં માટે નો એક કાયૅકમ કેશોદ ટાઉન હોલ ખાતે સમ્યક સેવા સમિતિ ગૃપ દ્વારા યોજવામાં આવ્યો હતો તેમાં કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા સહિત અનેક મહાનુભાવો ની ઉપસ્થિતમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થા ના હોદેદારો નું ભવ્ય રિતે સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે શહેરના રાજકીય સામાજિક મહિલાઓ સહિત લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ