કેશોદ ચાર ચોક ખાતે બનતા અંડર બ્રિઝ નું કામ ગોકળ ગતિએ….

કેશોદ

કેશોદ ખાતે ના ચાલતા અંડર બ્રિજ ના કામ માં બે વર્ષ વીત્યા પરંતુ કામ તો ત્યાં નું ત્યાંજ રહ્યું….

કેશોદ ખાતે બે વર્ષ પૂર્વે ચાર ચોક ખાતે અંડર બ્રિઝ નું કામ નું ખાત મહુર્ત પોરબંદર સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય દેવા માલમ ના હસ્તે કરવામાં આવ્યું ત્યાર બાદ હાલ પણ આ કામ ગિરી ચાલુજ છે એને અંદાજીત બે વર્ષ જેવો સમય વીતી ગયો પણ જેમાં ફક્ત કામ જોઈએ તો ફક્ત ચાર ચોક થી બસ સ્ટેન્ડ તરફ જવા અને બસ સ્ટેન્ડ થી જૂનાગઢ તરફ જવા માટે એકજ પુલ બન્યું અને જે કામ આવી રહ્યું છે ત્યારે એરપોર્ટ સાઈડ થી આવતા વાહનો માટે હાલ વૈકલ્પિક રસ્તો એકજ છે જે ઉતાવડીયા નદી ના પુલ નીચે થી તમામ વાહનો માટે આ રસ્તો નજીક થતું હોય એટલે વાહનો ની અવર જવર ખુબજ રહેતી હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉતાવડીયા નદીમાં KVM સ્કૂલ નું ખરાબ પાણી પણ ચોવીસ કલાક ત્યાં આવતું હોય અને રાત્રી દરમ્યાન જે રસ્તા પર થી વાહનો પસાર થતા હોય ત્યારે હાઈ પાવર લાઈટો ના કારણે વાહન સીધુજ ઉતાવડીયા નદી માં પડતા અને ઘટના બનતા વાર લાગે તેમ નથી તો જેવી રીતે રાજકોટ ની ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવીજ રિતના ખરેખર આવીજ ઘટના કેશોદ ખાતે બને અને કોઈ વાહન અંદર કીચડ માં પડશે તે ઘટના ની પણ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કેમ જો આ મુદ્દે ધ્યાન માં આવતું જ હોય.

હાલ ચોમાસુ શરૂ થઈ ચૂક્યું હોય અને અંડર બ્રિઝ ની કામગીરી બંધ છે ત્યારે વૈકલ્પિક વાહન વ્યવહાર અહીંયા થી જ શરૂ રહેવાનો હોય તે રસ્તા ની કિનારી પર કોઈ પણ વાહન અકસ્માત ના બને તે બાબતે સંરક્ષણ દીવાલ કે લોખન્ડ ના ગાર્ડ લગાવવામાં આવે તો વાહનો અંદર પડતા અટકી શકે, ટ્રાફિક મુદ્દે આ પહેલા બંને સાઈડ અલગ અલગ અવાર જવર કરવા માટે કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા બંને સાઈડ બંદોબસ્ત મુકવામાં આવેલ હતો તે ફરી મુકવામાં આવે જેથી આવક અને જાવક અલગ રોડ પર રહે તો ટ્રાફિક ની સમસ્યા ઘણી ઓછી રહેશે…

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)