કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

કેશોદ

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો

કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 317 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22592 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેથી લોકો ને લાખો રૂપિયાની રાહત થયેલ છે .

જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે
આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા રાજુભાઈ દેવાણી, મનીષભાઈ દેવાણી ,જલારામ મંદિર નાં ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ , પૂજારી લલિતભાઈ, ડો ભૂમિ વણપરિયા,દક્ષાબેન મહેતા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ .

આ નેત્ર નિદાન કેમ્પમાં 188 જેટલા દર્દીઓને પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 68 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા. તેમજ ડૉ ભૂમિ વણપરિયા એ સાંધાના દુઃખાવા, સાયટિકા વગેરે ની સારવાર નિઃશુલ્ક આપી હતી. મોવાણા જિલ્લાપંચાયત આયોજિત હોમિયો પેથી હોસ્પિટલ નાં નિષ્ણાત ડોક્ટર નિકિતા પટેલ દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સામાન્ય દર્દો વિશે જાણકારી આપી હતી અને દવાઓ પણ નિઃશુલ્ક આપી હતી.અશ્વિન ભાઈ પટેલ , દક્ષાબેન મહેતા, મોહનભાઈ ઘોડાસરા દ્વારા દર્દીઓ નું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં 70 થી 80 જરૂરીયાતમંદ લોકો , સાધુસંતો ને નીરાધારો ને ભોજન આપવામાં આવે છે
ભગવદસિંહ બાપુ, સુરેશભાઈ દ્વારા દર્દીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહેવાલ -રાવલિયા મધુ (કેશોદ)