કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ યોજાયો

કેશોદ જલારામ મંદિરે 328 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

આજરોજ કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાનાં દુઃખાવાનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી 329 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો. કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધીમાં 329 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23568 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.


જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિર નાં ટ્રસ્ટી રમેશભાઈ, નિવૃત્ત આચાર્ય અને આહીર અગ્રણી જગમલભાઈ નાંદણીયા ડો પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ મોહન ભાઈ ઘોડાસરા ,સોંદરવા રતનબેન ડો ભુમી વણપરિયા ,દક્ષાબેન મહેતા, ડો નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ . આ નેત્ર નિદાન કેમ્પમાં 400 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 192 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.

ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ મોવાણા હોમીયો પેથીક હોસ્પીટલ ના ડો, નિકિતા પટેલ દ્વારા 73 જેટલાં દર્દીઓ ને તપાસ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવેલ હતી. તેમજ મહાદેવ આયુર્વેદિક ના રતન સોંદરવા દ્વારા જર્મન ટેક્નોલોજી દ્વારા નિઃશુલ્ક બોડી ચેક અપ કરવામાં આવેલ હતું.દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીર સિંહ જાડેજા, રફિકભાઈ મહીડા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ, વિજય દાફડા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દી ની નોંધણી કેશુભાઈ પટેલ, મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવેલ હતી
અને સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન જલારામ મંદિર ના ટ્રસ્ટી વડીલ રમેશ ભાઈ રતનધાયરા દ્વારા કરવામાં આવેલ હતું

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)