કેશોદ, 3 જૂન 2025 –
આંબાવાડી વિસ્તારમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ જલારામ મંદિરે આજરોજ 340 મો નેત્ર નિદાન કેમ્પ અને સંપૂર્ણ બોડી ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો.
આ કેમ્પ રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટની સહયોગમાં યોજાયો હતો, જેમાં 160 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી. આ પૈકી 51 દર્દીઓને જરૂરી મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
કેશોદ જલારામ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાતા આવે છે. અત્યાર સુધીમાં અહીં 340 જેટલા કેમ્પ યોજાઈ ચુક્યાં છે અને 24,184 જેટલા મોતીયાના દર્દીઓના ઓપરેશન સફળતાપૂર્વક થયા છે.
આજના કેમ્પનું આયોજન ભોજનપ્રસાદ દાતાઓ જેમ કે જમનાદાસભાઈ દેવાણી, પ્રફુલભાઈ દેવાણી અને જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, સોંદરવા રતનબેન, દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ, હેમંત ઘેરાવરા, ભૂપેન્દ્ર જોશી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં થયું હતું. તેમને દીપ પ્રગટાવી કેમ્પનો ઉદઘાટન કર્યું.
160 જેટલા દર્દીઓને ડૉ. પરિતોષ પટેલ દ્વારા તપાસ કરવામાં આવી, જ્યારે 20 જેટલા દર્દીઓને રતન સોંદરવા દ્વારા સંપૂર્ણ બોડી ચેક અપ અને માર્ગદર્શન મળ્યું. ડાયાબિટીસ ચેક અપ બાદ દર્દીઓની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી.
આ કેમ્પમાં માર્ગદર્શન અને નોંધણીના કાર્યને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે ભગવતસિંહ રાયજાદા, દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, અને છગનભાઈ રાદડિયા સક્રિય રહ્યા.
અહેવાલ :રાવલિયા મધુ, કેશોદ