કેશોદ જુમ્મા મસ્જીદની દુકાનના ૪૦ વર્ષ જુના હિન્દુ ભાડૂતે સ્વૈચ્છાએ દુકાન ખાલી કરી મસ્જીદને સોંપી આપી.

કેશોદ

‘ખારા સમંદરમાં મીઠી એક વિરડી’ ની જેમ આજે લોકો ધાર્મિક જગ્યાની મિલ્કતો પણ પચાવી પાડતા હોય છે ત્યારે કેશોદ જુમ્મા મસ્જીદની દુકાનના ૪૦ વર્ષ જુનાં ભાડૂત દયાલદાસ લાહોરીમલ માકડીયા જુના ભાડૂત દરજ્જે પોતાના કબ્જામાં રહેલી જુમ્મા મસ્જીદ ટ્રસ્ટની દુકાન સ્વૈચ્છાએ ખાલી કરી આપી ટ્રસ્ટીઓને સોંપી આપી હતી એટલું જ નહીં પોતાએ ભરવાનું થતું છેલ્લે સુધીનું ભાડું તેમજ છેલ્લે સુધીનું લાઈટ બીલ પણ ભરી આપ્યું હતું. આજના સમયમાં આવા પવિત્ર વ્યક્તિઓ પણ જીવે છે કે જેનાં સદ્દકાર્યોની સુવાસનાં અજવાળે માનવતા ટકી રહી છે. સામા પક્ષે કેશોદ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા મુસ્લીમ આગેવાનો એ આ સરાહનિય કાર્યની નોંધ લઈ જુનાં ભાડૂત દયાલદાસ લાહોરીમલ માંકડીયા નું સાલ ઓઢાડી જાહેર સન્માન કર્યું
હતું.

આ સન્માન કાર્યમાં કેશોદ સમસ્ત મુસ્લીમ સમાજનાં પ્રમુખ ઈસાભાઈ ઠેબા (દાતારી) જુમ્મા મસ્જીદના મુતવલ્લી સાહેબ નવાઝભાઈ ચૌહાણ તથા જુમ્મા મસ્જીદ ના તમામ ટસ્ટ્રીઓ અને મુસ્લીમ સમાજનાં આગેવાનો જોડાયા હતા.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)