કેશોદ તાલુકાના અગતરાઈ ગામની બાળાએ પ્રથમ કમે આવી ગામનું નામ રોશન કર્યું

કેશોદ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં અગતરાય ગામની વિધાર્થીની અને હાલ કેશોદ જીનીયસ સ્કુલ માં અભ્યાસ કરતી કોઠડીયા શ્રેયાબેન વિમલભાઈ સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ નંબર મેળવી પાસ થયેલ છે તે બદલ તેની ભૂતપૂર્વ શાળા અગતરાય કન્યાશાળા ના આચાર્ય શ્રી પુંજાભાઈ રાળા અગતરાય સરપંચ શ્રી રાજેશભાઈ માજી તાલુકા ઉપપ્રમુખ દેવાભાઈ ખાંભલા રમેશભાઈ ભાણવડિયા તથા અન્ય ગ્રામજનોએ એ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)