કેશોદ તાલુકાના કાલવાણીમાં હોળી ની રાત્રે તોફાનીઓ દ્વારા મચાવેલ આતંક!!

📆 કેશોદ તાલુકાના કાલવાણીમાં હોળી ની રાત્રે તોફાનીઓ દ્વારા મચાવેલ આતંક

કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં હોળી ની રાત્રે તોફાની ઘટનાઓને કારણે ગામમાં ડરનો મહોલ ઊભો થયો હતો।

🪔 ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને નુકશાન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો।

🪨 કાલવાણી ગામમાં પંચાયતના કુવામાં ડો. ભીમરાવ આંબેડકર ની પ્રતિમા પર પહેરાવેલ હાર તોડી ફેંકી દેવામાં આવ્યો અને પથ્થર મારવા સાથે પ્રતિમા ને ખંડિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા।

🏪🚶‍♂️ ગામની દુકાનોના બોર્ડ ઉતારી, રસ્તા પર પથ્થર મૂકી રાહદારીઓને પરેશાન કરવામાં આવ્યા અને બસ સ્ટેન્ડ પર બેસવાનો બાકડો તોડી નુકશાન પહોંચાડવામાં આવ્યું।

🚔 કાલવાણી ગ્રામ પંચાયતે 12-3-2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લખિત અરજી આપવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો ડર જણાઈ ન હતો।

📹⚖️ હવે, ગામજનો દ્વારા ફરીથી અરજી આપવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગામમાં CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, તો હવે જોવું એ છે કે આ મુદ્દે પોલીસ શું કાર્યવાહી કરે છે।

અહેવાલ: રાવલીયા મધુ, (કેશોદ)