કેશોદ તાલુકાના પાડોદર માં ચાલતું બેફામ ખનીજ ખોદકામ મુદ્દે અપાયું આવેદન.

*કેશોદ તાલુકાના પાડોદર માં ચાલતું બેફામ ખનીજ ખોદકામ મુદ્દે અપાયું આવેદન…

 

 

*કેશોદ તાલુકાના પાડોદર ગામે સૂજલામ સુફલામ જળ અભિયાન 2024 અંતર્ગત ચાલતા ખોદકામ માં ખેડૂતો પાસેથી કોન્ટ્રાકટર દ્વારા એક ટ્રેક્ટર ના રૂ.250/-ની ઉઘરાણી મુદ્દે આજરોજ ખેડૂતો દ્વારા કેશોદ મામલતદાર ને આવેદન અપાયું…*

 

 

 

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના પાડોદર ગામ માં ભૂ માફિયા ઓ બેફામ બન્યા હોવા ના સમાચાર મળી રહ્યા છે ત્યારે વધુ માં જોતા સૂઝલાં સુફલામ યોજના જળ યોજના 2024 અંતર્ગત પાડોદર ગામેં બળોદરી નદી અને સાબળી નદી માં ખોદકામ કરી ખેડૂતો ને વિનામૂલ્યે આપવાની મોરમ માં આર્થિક ઉપજ કરવાના હેતુ થી કોન્ટ્રાકટર દ્વાએ ઉઘાડી લૂંટ ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ ને ટેલિફોનિક જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી આજ દિન સુધી નહીં થતા હારેલા ખેડૂતો દ્વારા આજરોજ કેશોદ મામલતદાર ને આવેદન આપી રજુઆત કરેલ હતી.

 

 

*જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને ગાંધી બાપુ બહાર નીકળવા દેતા નથી તેવા લોકો દ્વારા કરાઈ રહ્યા છે આક્ષેપ…*

 

 

વધુ જોતા સાફ જણાઈ આવે છે કે ખેડૂતો ને સરકાર શ્રી ની સુજલામ સુફલામ જળ આભિયાન દ્વારા નદીઓ ઊંડી થાય અને ખેડૂતો ને ખેતર ફળદ્રુપ બને તે બાબતે પુરવઠા વિભાગ દ્વારા જે મજૂરી આપવામાં આવેલ છે જે સ્થળ ને ખોદકામ કરવાની આપેલ છે તે જગ્યા ના બદલે બીજી જગ્યા પર અન્ય જગ્યા પર લાખો ટન માટી ખોદકામ કરી અને ત્યાર બાદ સિંચાઈ વિભાગ ના અધિકારી ને ટેલિફોનિક વાત થતા સ્થળ બદલી કરવામાં આવી જે મુદ્દે જોઈએ તો અન અધકૃત જગ્યા પર ખોદકામ કરવામાં આવેલ છે તે બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમની પૂર્ણ ખરાઈ કરી જેની દંડ નાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ જેતે સ્થળ પર ખોદકામ કરવાની પરમિશન આપવામાં આવેલ છે તે જગ્યા પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ક્રાઇટ એરિયા પણ નક્કી નથી કરવામાં આવેલ તેમના પેરા મીટર નક્કી કરવામાં આવે હાલ કોઈ પણ પ્રકાર ના નિયમો ની જાળવણી કરવામાં આવતી નથી

 

 

*જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના જાડી ચામડી ના તમામ અધિકારીઓ ની બદલી કરવામાં આવેતો કદાચ નવા આવેલ અધિકારીઓ કામ કરે તો નવાઈ નહિ..*

 

 

 

ત્યારે હાલતો જે ખેડૂતો પાસેથી રૂ.250/-ના એક ટ્રેક્ટર લેખે માટી તમામ ખેડૂતો ને ભરવામાં આવે છે તે તમામ ખેડૂતો ને પૈસા દઈ માટી લીધેલ છે તે હાલ તો સરકાર દ્વારા નવ હજાર પાંચસો ગહન મીટર માટી આપવાની છે તેમના પર ઘન મીટર દીઠ રૂ,57 લેખે સરકાર દ્વારા ચુકવણી કરવામાં આવી રહી છે ત્યારે આ જોતા નવહજાર પાંચસો ઘન મીટર એટલે અંદાજીત 4500 જેટલા ટ્રેક્ટર ના રૂ,250/- લેખે રૂ.અઅગિયાર લાખ જેવી માતબર રકમ ને કોન્ટ્રાક્ટરો દ્વારા ચાઉ કરવામાં આવેલી છે આ બાબતે કેશોદ મામલતદાર. તેમજ ખાણ ખનીજ વિભાગ ની સંડોવણી હોવા નું અરજદાર દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે અને એવી ચીમકી પણ આપવામાં આવેલ છે

 

*ખેડૂતો પાસેથી લીધેલા પૈસા પરત નહીં કરાઈ તો ખેડૂતો આંદોલન ના માર્ગે જવા મજબુર બનશે..*

 

આજરોજ ખેડૂત પુત્રો દ્વારા એ પણ જણાવેલ છે

કે ખેડૂતો ના લીધેલ પૈસા પણ પરત કરવામાં નહીં આવેતો પાડોદર ગામ ના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઘરના પર બેસવા મજબુર બનશે

ખાસ વાત કરવામાં આવેતો જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને કોઈ પણ ટેલિફોનિક જાણ કરે છે તો જેતે જગ્યા પર ની ફરિયાદ કરવામા આવે છે તે જગ્યા પર ખનીજ માફિયાઓ દ્વારા જૂનાગઢ ઓફિસ સાથે સેટિંગ ચાલી રહ્યા ના સમાચારો મળી રહ્યા છે એટલે ખાણ ખનીજ ના અધિકૃત અધિકારીઓ ખનીજ માફિયા ઓ ને ફરિયાદ આવી છે તેવી જાણ આપી દેવાથી બે કલાક કામ બંધ કરી જતા રહે છે પરંતુ ફરી એકજ મુદ્દા ના કાર્યક્રમો તમામ જગ્યાઓ પર ચાલી રહ્યા છે અને ઘૂંઘટ તાણી બેસેલા અધિકારીઓ ઓફિસ છોડી બખાર નીકળતા જ નથી કેમ કે ઓફિસેજ તમામ કામ પતિ જતા હોય તો બહાર જવાની શુ જરૂર હાલ તો ખનીજ વિભાગ ના જૂનાગઢ ના અધિકારીઓ ના તમામ ના ફોન નમ્બર ટ્રેક કરવામાં આવે તો દૂધ નું દૂધ ને પાણી નું પાણી સામે આવે તેમ છે પણ આ કરે કોણ કેમકે ગાંધીબાપુ કોઈ અધિકારી કામ કરે તે પહેલા બાપુ ખિસ્સા માં બેસી જાય છે તો બધા શાંતિ રાખે એ નર્યું સત્ય છે

 

 

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)