કેશોદ તાલુકા કક્ષા નો ધ્વજ વંદન કાર્યક્રમ બાવા ની પીપળી ખાતે સરકારી પે સેન્ટર શાળા ખાતે યોજાયો હતો ધ્વજ વંદન અતિથિ વિશેષ IAS આશિષ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી સુ શ્રી વંદના મિણા મેડમ ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું બાદ આજના 76 માં પ્રજા સતાક પર્વ ની સૌ ને શુભકામનાઓ પાઠવી હતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ અલગ અલગ કેટેગરી ના લોકો ને સારી કામગીરી બાબતે પ્રશસ્તિ પત્રક આપી સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓ માં પણ અલગ અલગ કામગીરી સબબ શિલ્ડ દ્વારા પુરુષકૃત કરવામાં આવેલ હતા ત્યાર બાદ વિજ્ઞાન પ્રદર્શન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું .
જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે IAS વંદના મીના , DYSP બીપીનચંદ્ર ઠક્કર , મામલતદાર સંદીપ મહેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા ,જિલ્લા પંચાયત ના હમીરભાઈ ધુડા, તેમજ પીપળી સરપંચ મુળુ ભાઈ રાવલિયા તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ , ફોરેંસ્ટ સ્ટાફ , આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ , તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)