
શ્રી પ્રાંસલી સીમ શાળામાં વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીથી બચાવવા માટે દાતાશ્રી રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.
વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળા પરિવાર અને શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઇ ડાંગર અને દાતાશ્રીના સહયોગથી કરવામાં આવ્યું. દાતાશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે શિક્ષણ દરેક બાળકનું મહત્ત્વપૂર્ણ હક છે અને તેમને સહાય પૂરું પાડવી તે એક માનવતાવાદી જવાબદારી છે. શાળાના વિદ્યાર્થીઓ એ આ શુભકાર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાના આચાર્યશ્રી અમિતભાઈ સંઘાણીએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા કાર્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)