કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામ માં ગ્રામ પંચાયત અને કેશોદ તાલુકા પંચાયત દ્વારા નિવૃત ફોજી પર થયેલ અન્યાય.

કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામના નિવૃત ફોજી ના પિતા શ્રી ને મળેલ 1980 ની શાલ માં સરકાર દ્વારા 100 ચોરસ વાર ના પ્લોટ માં અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ પેશ કદમી મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત કેશોદ તાલુકા પંચાયત,તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, મુખ્ય મંત્રી સ્વાગત,તેમજ આયોગ માં પણ ફરિયાદ કરેલ ત્યારે વળતા જવાબ માં મુખ્ય મંત્રી થી લઈ જિલ્લા સુધીના અધિકારીઓ દ્વારા પ્લોટ ની ખરાઈ કરી ખુલ્લો કરવા જણાવાયેલ ત્યારે કેશોદ તાલુકા પંચાંયત અને સિમરોલી ગ્રામ પંચાયત કલેકટર અને મુખ્ય મંત્રી ના ઓર્ડર ને ઘોળીને પણ પીય ગયા હોય તેવા સવાલો ઉઠ્યા છે આ પ્લોટ નો હાલ પણ વેરો ભરાઈ રહ્યો છે પરંતુ દબાણ હટાવશે કોણ….?


એ સિવાય પણ ગામ ના કામ માં થતાં ભ્રષ્ટાચાર બાબતે પણ નિવૃત ફોજી રામભાઈ કરમટા દ્વારા અનેક વખત રજુઆતો કરી હોય છતાં તંત્ર અને અધિકારીઓ બસ ભાગબટાઈ માંજ મસ્ત હોય તેવાં સવાલો સામે આવી રહ્યા છે અને સરકાર ના નાણાં નો બેફામ વેડફાટ કરી રહ્યા છે, જેમાં પાણી ની ફક્ત સ્ટેન્ડ બનાવી ટાંકી ઓ મુકવામાં આવી પાણી તો ક્યારે પણ ભરાયું નથી અન્ય રસ્તાઓ પર બ્લોક રોડ ફક્ત કાગળ પરજ બની ગયા છે પાણી ના બોર કર્યા છે તે જૂના છે, વધુમાં ગામ માં સ્મશાન ગૃહ બન્યું એ પણ ફક્ત ત્રણ ચાર મહિનામાંજ તેમનો સ્લેબ તૂટી ગયો સિમરોલી ના લોકો ને જીવતા તો કદાચ શાંતિ ના મળે પણ મર્યા પછી પણ સ્મશાન માં જવા પણ બીજા ગામ માં જવા મજબુર બનવું પડે તેવી સિમરોલી ની સ્મ્શાન ભુમી જોવા મળેલ છે લોકો બીજી બધી જગ્યા પર તો ભ્રષ્ટાચાર થતો હોય પણ છેલ્લી જગ્યા સ્મશાન ને પણ છોડતાં નથી, આવી ઘણીજ બાબતો પર ઉચ્ચ કક્ષાએ થી તપાસ થાય તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ શકે તેમ છે પરંતુ બધાજ જાડી ચામડી વાળા અધિકારીઓ સરકાર ના પૈસા ની ભાગ બટાઈ માં તાલ થી તાલ મિલાવતા હશે તો આ વાત ને સાંભળનાર કોણ હશે એ પણ સળગતો સવાલ છે….,


હવે જોવાનું તો એ રહ્યું કે આવનાર સમય માં આ કામ થશે કે નહીં એ તો સમય જ બતાવશે અન્યથા અરજદાર ફોજી રામભાઈ દ્વારા ખુલ્લી ચીમકી પણ આપવામાં આવેલ છે કે આવનાર સમય માં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ કસૂરવાર ભ્રષ્ટ લોકો ના નામ લખી કઈ પણ કરીશ જેમના જવાબદાર તમામ અધિકારીઓ રહેશે..

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)