કેશોદ ( ગ્રામ્ય-૧) પી.જી.વી.સી.એલ. હેઠળના મેસવાણ ગામે સાંજે ૬ થી ૮ પી.જી.વિ.સી.એલ. વિભાગીય કચેરી-કેશોદ અને પેટા વિભાગીય કચેરી, કેશોદ ( ગ્રામ્ય-૧)ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત પ્રધાનમંત્રી-સૂર્યઘર: મફત વીજળી યોજનાથી ગ્રામજનોને માહિતગાર કરી તમામ ગ્રામજનો આ યોજનાનો લાભ મેળવે તે માટે મેસવાણ પટેલ સમાજવાડીમાં ગ્રાયસભા યોજવામા આવેલ
જેમા ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ., જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંબર, જુનાગઢ જીલ્લા પંચાયત સદસ્ય (અજાબ સીટ) શ્રી ધર્મિષ્ઠાબેન કમાણી, જુનાગઢ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી વિ.ડી.કરડાણી, તાલૂકા પંચાયત સદસ્ય મેસવાણશ્રી રાજુભાઈ કનેરીયા, સ્થાનિક મેસવાળના પટેલ સમાજના પ્રમુખશ્રી વિપુલભાઈ લાડાણી, પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરીના કાર્યવાહક કાર્યપાલક ઈજનેર શ્રી ડી.બી.ચૂડાસમા,નાયબ ઈજનેર ટેક-૧ શ્રી એન.એચ.ડાંગર, નાયબ ઈજનેર કેશોદ (ગ્રામ્ય-૧) શ્રી પી.આર.ગરચર, જુ.ઈજનેર સોલંકી સાથે સ્ટાફ વિ.જે.રાયજાદા, નિશાંત પુરોહિત, ચોચાભાઈ, રામભાઈ વગેરે હાજર રહેલ.
આ કાર્યક્મનું સંચાલન વિ.જે.રાયજાદાએ કરેલ શબ્દોથી સ્વાગત શ્રી ડિ.બી.ચૂડાસમા એ જયારે યોજનાની વિસ્તૃત છણાવટ શ્રી એન.એચ.ડાંગર અને શ્રી ધર્મિષ્ઠાબેન અને હરેશભાઈ ઠુંબર દ્વારા આ બાબતે સરકારશ્રીની દ્રષ્ટિ અને લોકસુખાકારીને ધ્યાને લઈ આ યોજનાને બહોળો પ્રતિસાદ આપી યોજનાનો મહતમ લાભ મેસવાણ ગામ લે તે માટે હાકલ કરેલ.ઉપસ્થિત તમામ ગ્રામ્યજનોએ પણ સારો પ્રતિસાદ પાઠવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક પટેલ સમાજના સભ્યો,કાર્યકરો, જયંતિભાઈ, આશીષભાઈ,હાર્દિકભાઈ ( કેશોદ) વગેરે એ પણ જહેમત ઉઠાવેલી અને ગ્રામસભા સફળતા સાથે સંપન્ન થઈ.
અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)