કેશોદ તાલુકાના મોટી ઘંસારી BPL પ્લોટ વિસ્તાર માં ભૂ માફિયા બન્યા બેફામ..

કેશોદ:

કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામ ની જમીન માં ભૂ માફિયા ઓ નો આતંક થી સરપંચ પ્રતિનીધી અને ગ્રામ જનો દ્વારા અવાર નવાર ફરિયાદ છતાં તંત્ર એ ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળાં મારવા આવ્યા જેવી પરિસ્થિતિ નું નિર્માણ કર્યું અને સરપંચ પ્રતિનિન્ધી ને આશ્વાસન આપ્યું….

કેશોદ ના મોટી ઘંસારી ના BPL પ્લોટ વિસ્તાર અને 66 KVA સબસ્ટેશન પાછળ ના વિસ્તાર માં ઘણા સમય થી એટલે કે બે વર્ષ પહેલાં ની રજુઆત બાદ કોઈ કાર્યવાહી ના થતા ફરી રિમાઇનડર ફરી ખાણ ખનીજ વિભાગ જૂનાગઢ ને 25 દિવસ પહેલા અરજી આપવામાં આવી બાદ મૌખિક તેમજ ટેલિફોનિક રજુઆત ના અંતે આજ રોજ ખાણ ખનીજ વિભાગ ની ગાડી એ દર્શન આપ્યા.

ઘોડા છૂટી ગયા પછી તબેલા ને તાળાં મારવા જેવી પરિસ્થિતિઓ જોવા મળી હતી.

ખરેખર વિગતો જોઈએ તો જ્યારે ખનીજ ચોરી કરતા ભૂ માફિયાઓ જોવા મળે ત્યાઈ કોઈ પણ ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને કોઈ ટેલિફોનિક વાત કરી જાણ કરવા કોશિશ કરે છે પરંતુ જૂનાગઢ જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના કોઈ પણ અધિકારીઓ આજ સુધી ફોન ઉપાડતા જ નથી એ સનાતન સત્ય છે કેમ કે ઉપાડે તોજ કાર્યવાહી કરવાની થાય અથવા તો ઉપડી પણ ગયો તો પણ ગમે તે બહાનું કરી એકજ મુદ્દા નો કાર્યક્રમ કે આજે નહિ પછી ક્યારેક વાત હાલ અમે અહીંયા છીએ ખોટું બહાનું બતાવી છટકબારી ગોતવા સિવાય કોઈ કામજ નથી.

બેવર્ષ થી ફરિયાદ છતાં આવી આશ્વાસન આપવામાં આવ્યું.

આજરોજ ખાણ ખનીજ વિભાગ ની ગાડી તો આવી પરંતુ કોઈ પણ ના હોય તેવા સમયે આવી ફક્ત આસ્વાસન રૂપી બે સારા શબ્દો બોલી પતલી ગલી ગોતી હતી હવે જોવા નું એ રહ્યું કે બેથી ત્રણ દિવસ માં ગમે ત્યારે તેમને પકડી પાડવાની વાત કરી જતા રહ્યા હતા હવે બે દિવસ બાદ કામ ગિરી થશે કે કેમ એતો આવનારો સમયજ બતાવશે.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)